આ વ્યક્તિની ઓળખ વી.ટી. શિજો (47) તરીકે થઈ હતી અને રવિવારે સાંજે મુંગમપારા જંગલમાં તે ફાંસી પર લટકતો મળી આવ્યો હતો. તેના પુત્રને તમિલનાડુની એક એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો હતો, પરંતુ પરિવાર તેની ફી ચૂકવી શક્યો ન હતો.
શિજોને તેની પત્નીનો ૧૨ વર્ષનો પગાર મળવાની અપેક્ષા હતી. તેની પત્નીને આ વર્ષે ફેબ્રુઆરીથી પગાર મળવાનું શરૂ થયું હતું, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના અધિકારીઓ દ્વારા છેલ્લા ૧૨ વર્ષનો પગાર મળવામાં વિલંબ થઈ રહ્યો હોવાનું કહેવાય છે.