દિલ્હીના મુખ્યમંત્રી બનશે રેખા ગુપ્તા, પ્રવેશ વર્મા બનશે ડેપ્યુટી સીએમ, BJP ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય
ભાજપે પણ પોતાના X હેન્ડલ પર આ માહિતી આપી છે અને રેખા ગુપ્તાને અભિનંદન આપ્યા છે. ભાજપે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું, 'દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બદલ શ્રીમતી રેખા ગુપ્તાજીને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં રાજ્ય પ્રગતિ કરશે.
કોણ છે રેખા ગુપ્તા ?
રેખા ગુપ્તા ૫૦ વર્ષની છે અને તેમનું જન્મસ્થળ હરિયાણાના જીંદ જિલ્લાનું નંદગઢ ગામ છે. તેમનો જન્મ અહીં ૧૯૭૪માં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રેખા ગુપ્તાનો પરિવાર વર્ષ 1976 માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ એલએલબી કર્યું છે અને વ્યવસાયે વકીલ પણ છે.
રેખા ગુપ્તા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં, રેખા ગુપ્તાએ શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના વંદના કુમારીને 29595 મતોથી હરાવ્યા હતા.