શપથગ્રહણ સમારંભમાં જોવા મળશે અનેક મોટા ચેહરા
મુખ્યમંત્રી તો હાલ નક્કી થયા નથી પણ એ નક્કી છે કે રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ ભવ્ય થશે. નવી સરકારના શપથગ્રહણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત કેન્દ્ર સરકારના અનેક કેબિનેટ મંત્રી, બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, NDA ના સહયોગી દળના નેતા, મોટા-મોટા સાધુ સંત અને ઉદ્યોગપતિ પણ સામેલ થશે. દિલ્હી બીજેપીના 30 હજાર કાર્યકર્તાઓને પણ શપથગ્રહણ સમારંભમાં બોલાવવામાં આવ્યા છે.
રામલીલા મેદાનમાં જ કેમ થઈ રહ્યુ છે શપથગ્રહણ ?
અનેક લોકોના મનમાં સવાલ ઉભો થઈ રહ્યો હશે કે છેવટે બીજેપીએ રામલીલા મેદાનને જ શપથગ્રહણ સમારંભ માટે કેમ પસંદ કર્યુ ? ઉલ્લેખનીય છે કે અન્ના હજારેનુ આંદોલન રામલીલા મેદાનમાં થયુ હતુ ત્યારબાદ દિલ્હીથી કોંગ્રેસની વિદાય થઈ અને આમ આદમી પાર્ટી સત્તામાં આવી. સત્તામાં આવ્યા બાદ અરવિંદ કેજરીવાલે દરેક વખતે રામલીલા મેદાનમાં જ શપથ લીધી. કારણકે અન્ના આંદોલને અહીથી જ જોર પકડ્યુ હતુ. તેથી બીજેપીએ દિલ્હીની સત્તા પરથી અરવિંદ કેજરીવાલની વિદાયનો જશ્ન પણ રામલીલા મેદાનમાં મનાવવાનો નિર્ણય કર્યો છે.
મંગળવારે બીજેપીના ઓફિસમાં થઈ જરૂરી બેઠક
ઉલ્લેખનીય છે કે બુધવારે થનારી ધારાસભ્ય દળની બેઠક પહેલા મંગળવારે દિલ્હી BJPની ઓફિસમાં 2 મોટી બેઠક થઈ. પહેલી બેઠકમાં દિલ્હીના બધા સાંસદ અને દિલ્હી બીજેપીના બધા પદાધિકારી સામેલ થયા. બપોરે બાદ થયેલી મીટિંગમાં બીજેપીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, વિનોદ તાવડે, દિલ્હી બીજેપીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને તરુણ ચુઘ પણ હાજર હતા. ત્યારબાદ બધા નેતા શપથ ગ્રહણની તૈયારીઓ જોવા માટે રામલીલા મેદાનમાં ગયા.