શું દિલ્હીને ફરીથી મળશે મહિલા મુખ્યમંત્રી ? જાણો ભાજપના સંભવિત CM ઉમેદવારો કોણ છે

મંગળવાર, 11 ફેબ્રુઆરી 2025 (08:24 IST)
.
દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત આજે અથવા કાલે થઈ શકે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલી મોટી જીત બાદ, ભારતીય જનતા પાર્ટીમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે. આ વખતે, પાર્ટી તેના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી એક મહિલા ઉમેદવારને મુખ્યમંત્રી બનાવી શકે છે. અહેવાલો દાવો કરી રહ્યા છે કે નાયબ મુખ્યમંત્રીની પણ નિમણૂક થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, જો કોઈ મહિલા દિલ્હીના મુખ્યમંત્રી બને છે, તો આતિશી પછી, દિલ્હીને ફરીથી એક મહિલા મુખ્યમંત્રી મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા મંત્રીમંડળમાં મહિલા અને દલિત નેતાઓનો સમાવેશ થવાની ધારણા છે

ભાજપના સંભવિત મહિલા ચહેરાઓ
 
રેખા ગુપ્તા- શાલીમાર બાગ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રેખા ગુપ્તા આ યાદીમાં ટોચ પર જોવા મળે છે. તે ભાજપની મહિલા પાંખની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે.
 
શિખા રોય - શિખા રોય ગ્રેટર કૈલાશ બેઠક પરથી જીતી ગયા છે અને મુખ્યમંત્રી પદની રેસમાં બીજા એક મજબૂત દાવેદાર છે, તેમણે AAPના સૌરભ ભારદ્વાજને હરાવ્યા છે.
 
પૂનમ શર્મા- વઝીરપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
 
નજફગઢના ધારાસભ્ય નીલમ પહેલવાન પણ આ યાદીમાં છે જેમણે ૧,૦૧,૭૦૮ મતો સાથે મોટી જીત મેળવી.
 
સ્મૃતિ ઈરાની - ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી, 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં કોંગ્રેસના કિશોરી લાલ સામે હારી ગયા હતા, પરંતુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે તેઓ મજબૂત દાવેદાર રહ્યા છે.
 
સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજે નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી હતી.
 
આવી સ્થિતિમાં, જો કોઈ મહિલા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ચૂંટાય છે, તો તેમનું નામ દિલ્હીના મહિલા મુખ્યમંત્રીઓની યાદીમાં સામેલ થશે. આ પહેલા, સુષ્મા સ્વરાજ (ભાજપ), શીલા દીક્ષિત (કોંગ્રેસ), અને આતિશી (આપ) દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર