દિલ્હીના સીએમ અરવિંદ (Delhi CM Arvind Kejriwal) કેજરીવાલે બુધવારે કહ્યુ કે તીર્થયાત્રા યોજના હેઠળ દિલ્હીના વડીલોને મફત અયોધ્યા યાત્રા (Ayodhya Yatra)નુ એલાન કરવામાં આવ્યુ, આ માટે પહેલી ટ્રેન 3 ડિસેમ્બરના રોજ રવાના થશે. કેજરીવાલે કહ્યુ કે રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયુ છે અને તમે દિલ્હી સરકારના ઈ પોર્ટલ દ્વારા તેને કરાવી શકો છો. દિલ્હીના સીએમે આગળ કહ્યુ કે યાત્રા હિન્દુ, મુસલમાન, સિખ અને ઈસાઈઓને તીર્થ સ્થળોની યાત્રા કરાવશે.
કેજરીવાલે કહ્યું કે અયોધ્યામાં રામલાલના દર્શન કર્યા પછી મને લાગ્યું કે દિલ્હીના વડીલો માટે પણ રામ મંદિરના દર્શનની વ્યવસ્થા થવી જોઈએ. તાજેતરમાં જ મેં અયોધ્યાને મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અયોધ્યા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને પહેલી ટ્રેન 3જી ડિસેમ્બરે રવાના થશે. સીએમએ વધુમાં કહ્યું કે તમે આ યાત્રા માટે દિલ્હી સરકારના પોર્ટલ પર નોંધણી કરાવી શકો છો.