ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતોનો કાયદો પાછો ખેંચવાના બિલને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે કૃષિ બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.19 નવેમ્બરના રોજ રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી
ત્રણેય કૃષિ કાયદાઓ યોગ્ય રીતે સમાપ્ત કરવામાં આવશે.બિલ બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવશેસંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. સંસદીય નિયમો અનુસાર, કોઈપણ જૂના કાયદાને પાછો ખેંચવાની પ્રક્રિયા પણ નવો કાયદો બનાવવા જેવી જ છે.
રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રદ ગણાશે કૃષિ મંત્રાલયનાં ડ્રાફ્ટ અનુસાર બિલને સંસદમાં પેશ કરવામાં આવશે અને તે બાદ તેના પર ચર્ચા બાદ વોટિંગ થશે અને બહુમતથી નિર્ણયને પાસ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ ત્રણેય કૃષિ કાયદા રદ્દ ગણવામાં આવશે. નોંધનીય છે કે 19 નવેમ્બરે જ પ્રધાનમંત્રી મોદીએ ત્રણેય કૃષિ કાયદા રદ્દ કરવાને લઈને રાષ્ટ્રનાં સંબોધનમાં એલાન કર્યું હતું.