Cabinet Decision: સરકારે 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપવાની યોજના માર્ચ 2022 સુધી વધારી

બુધવાર, 24 નવેમ્બર 2021 (17:14 IST)
Union Cabinet Decision: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narenda Modi)ની અધ્યક્ષતામાં આજે થયેલી કેબીનેટની બેઠકમાં બે મોટા નિર્ણય લેવામાં આવ્યા. કેબિનેટે પીએમ ગરીબ કલ્યાણ અનાજ યોજનાને માર્ચ 2022 સુધી વધારવાની મંજુરી આપી દીધી છે. હવે આ યોજના હેઠળ માર્ચ 2022 સુધી લાભાર્થીઓને મફત અનાજ મળતુ રહેશે. આ ઉપરાંત કેબિનેટે ત્રણ કૃષિ કાયદા પરત લેવાની મંજુરી આપી. કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નિર્ણય વિશે માહિતી આપી. 

 
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કૉન્ફ્રેંસમાં કહ્યુ, 80 કરોડ લોકોને 5કિલો અનાજ ફ્રી આપવાની યોજના ડિસેમ્બર 21થી માર્ચ 2022 સુધી વધારવામાં આવી છે. તેમને કહ્યુ, સરકારે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે ગરીબોને ફ્રી માં 5 કિલો મફત અનાજ આપવાની યોજના ચલાવી હતી. 
 
તેમણે કહ્યુ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અનાજ યોજના હેઠળ 600 લાખ મેટ્રિક ટન અનાજ વહેચવાનુ લક્ષ્ય છે. અત્યાર સુધી 548 મીટ્રિક ટન રાજયોને વહેંચની કરવામાં આવી છે. જેના પર લગભગ 2 લાખ 60 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી પણ પછી તેને 30 નવેમ્બર 2021 સુધી આગળ વધારવામાં આવી હતી. 
 
મફત મળે છે અનાજ 
 
PMGKAY ના હેઠળ સરકારે વારેઘડી કહ્યુ કે 80 કરોડથી વધુ લોકોને લોકોને દરમહિને 5 કિલો મફત ઘઉ/ચોખા અને સાથે દરેક પરિવારને દર મહિને 1 મહિનો મફત આખા ચણા પુરા પાડવામા આવી રહ્યા છે. સરકાર ઘરેલુ બજારમાં રહેલા સુધાર અને કિમંતોની તપાસ માટે ઓએમએસએસ નીતિ હેઠળ જથ્થાબંધ ગ્રાહકોને ચોખા અને ઘઉ આપી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર