VIDEO: 9 બાળકોના મોત પછી મઘ્યપ્રદેશમાં Coldrif કફ સિરપના વેચાણ પર બેન, CM મોહન યાદવની મોટી કાર્યવાહી

શનિવાર, 4 ઑક્ટોબર 2025 (12:37 IST)
Coldrif cough syrup
મઘ્યપ્રદેશમાં નવ બાળકોના મોત પછી મુખ્યમંત્રી મોહન યાદવે સખત પગલુ ઉઠાવ્યુ છે અને આખા રાજ્યમાં કોલ્ડરિફ કફ સિરપને સંપૂર્ણ રીતે બેન કરવાનો આદેશ જાહેર કર્યો છે.   

 
મઘ્યપ્રદેશમાં નવ બાળકોના મોત પછી આખા પ્રદેશમાં Coldrif કફ સિરપના વેચાણ પર બૈન લગાવી દેવામાં આવ્યુ છે. સીએમ મોહન યાદવે સખત કાર્યવાહી કરતા આ કફ સિરપને આખા પ્રદેશમાં બેન કરી દીધુ છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એકાઉંટ પર પોસ્ટ કરી અને તેમા લખ્યુ.. 
 
છિંદવાડામાં Coldrif  સિરપને કારણે થયેલ બાળકોના મોત અત્યંત દુખદ છે. આ સિરપના વેચાણને આખા મઘ્યપ્રદેશમાં બૈન કરવામાં આવ્યુ છે. સિરપને બનાવનારી કંપનીના અન્ય પ્રોડક્ટના વેચાણ પર પણ બૈન લગાવ્યુ છે. સિરપ બનાવઅનરી ફેક્ટરી કાંચીપુરમમાં છે. તેથી ઘટનાના સંજ્ઞાનમાં આવ્યા બાદ રાજ્ય સરકારે તમિલનાડુ સરકારને તપાસ માટે કહ્યુ હતુ. આજે સવારે તપાસ રિપોર્ટ પ્રાપ્ત થઈ. રિપોર્ટના આધાર પર કડક એક્શન લેવામાં અવી રહી છે.  બાળકોના દુખદ મૃત્યુ પછી સ્થાનીક સ્તર પર કાર્યવાહી ચાલી રહી હતી. રાજ્ય સ્તર પર પણ આ મામલામાં તપાસ માટે ટીમ બનાવી છે. દોષીઓને કોઈપણ કિમંત પર માફ કરવામાં નહી આવે. 
 
કફ સિરપ બૈન મામલે એમપીના મંત્રી વિશ્વાસ સારંગે કહ્યુ, બાળકોના મોત મામલે મુખ્યમંત્રીએ મોટી કાર્યવાહી કરી છે. દોષીઓને માફ નહી કરવામાં આવે. સિરપને સમગ્ર મઘ્યપ્રદેશમાં બૈન કરવામાં આવી.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર