Cloudburst in Amarnath LIVE: અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતા 15 લોકોના મોત, 50થી વધુ ઘાયલ, 48 લોકો ગાયબ, પીએમ મોદીએ કરી હાલતની સમીક્ષા

શનિવાર, 9 જુલાઈ 2022 (00:20 IST)
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી(Cloud Bursts near Amarnath Cave)થયેલી દુર્ઘટનામાં 15 લોકોના મોત થઈ ગયા છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે અને 48 લોકો લાપતા બતાવાય રહ્યા છે આ દુર્ઘટના પછી અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે  પીએમ મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તેમણે દરેક શક્ય મદદ પુરી પાડવાનુ આશ્વાસન આપ્યુ છે. 



 
ઘટનાસ્થળ પર આખી રાત રાહત અને બચાવ કાર્ય ચાલુ રાખવા માટે જેન-સેટ અને અલાસ્કા રોશનીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે  આશરે 48 લોકો ગુમ હોવાનો અંદાજ છે. જે લંગર આયોજકો દ્વારા આપવામાં આવેલા આંકડાઓના આધારે છે કારણ કે પાણીમાં 3 લંગર વહી ગયા છે. 

 
વાદળ ફાટવાની આ ઘટના આજે સાંજે 5.30 કલાકે બની હતી. NDRF ચીફ અતુલ કરવલે જણાવ્યું હતું કે અમરનાથ ગુફાના નીચેના ભાગમાં સાંજે લગભગ 5.30 વાગ્યે વાદળ ફાટવાની જાણ થઈ હતી. અમારી 1 ટીમ ગુફા પાસે તૈનાત છે, તે ટીમે તરત જ બચાવ કાર્ય શરૂ કરી દીધું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર