ઉત્તરાખંડ: પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં ખાબકી, 9 લોકોના મોત

શુક્રવાર, 8 જુલાઈ 2022 (11:00 IST)
ઉત્તરાખંડના રામનગરમાં શુક્રવારે સવારે દુર્ઘટના ઘટી. અહીં પ્રવાસીઓથી ભરેલી એક કાર વહેતી નદીમાં પડી ગઈ. જેમાં 10 લોકો ઝડપી વહેણમાં વહી ગયા.
માહિતી મળતા જ એસડીઆરએફ સહિત પોલીસ વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી. રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 9 લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે એક યુવતી અને મહિલાને બચાવી લેવાયા છે. 
 
રામનગર કોટદ્વારા રોડની વચ્ચે સ્થિત કૉર્બેટ નેશનલ પાર્કના ઢેલા ઝોનમાં આ દુર્ઘટના ઘટી. પંજાબના રહેવાસી 11 લોકો ગાડીમાં ઉત્તરાખંડના પર્યટન સ્થળોએ ફરવા નીકળ્યા હતા. 
/div>
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર