છત્તીસગઢ : છત્તીસગઢ - નકસલી હુમલામાં 3 જવાન ઘાયલ, ટારગેટ કરી બ્લાસ્ટ કરવામાં આવ્યા 2 IED

શુક્રવાર, 14 જાન્યુઆરી 2022 (16:50 IST)
કાંકેરઃ છત્તીસગઢના કાંકેરમાં શુક્રવારે નક્સલીઓએ 2 IED બ્લાસ્ટ કર્યા હતા. હુમલામાં 3 SSB જવાન ઘાયલ થયા છે. નક્સલવાદીઓએ મોડી સાંજે સર્ચમાં લાગેલા સૈનિકોને નિશાન બનાવીને બ્લાસ્ટ કર્યા હતા. જેમાં 2 જવાનો ઘાયલ થયા હતા. કાંકેરના એસપી શલભ સિન્હાના જણાવ્યા અનુસાર, પહેલો વિસ્ફોટ શુક્રવારે સવારે થયો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આ દરમિયાન માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર પણ કર્યો હતો. જેનો સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો અને લગભગ 15 થી 20 મિનિટ સુધી એન્કાઉન્ટર ચાલ્યું.
 
પોલીસે જણાવ્યું કે તાડોકી પોલીસ સ્ટેશન વિસ્તારના કોસરુંડા કેમ્પના જવાન શુક્રવારે રાબેતા મુજબ સર્ચિગ  માટે નીકળ્યા હતા નક્સલવાદીઓ પહેલાથી જ સૈનિકોના માર્ગમાં IED પ્લાન્ટ કરી મુક્યા હતા.  SSB જવાન જી.પી.સુરેન્દ્રનો પગ IED પર પડ્યો અને જોરદાર બ્લાસ્ટ થયો. ત્યારબાદ ઘાત લગાવીને બેસેલા  નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. હુમલા દરમિયાન જવાનને પગમાં ગંભીર ઈજા થઈ છે.. ઘાયલ જવાનોને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એસએસબીની બે બટાલિયન - 33 મી અને 28મી ન રોજ 2016થી  જીલ્લાના તડોકી અને રાવઘાટ વિસ્તારમાં વિશેષ રૂપથે એનિર્માણાધીન દલ્લીરાજહરા (બાલોદ જિલા) રાવઘાટ (કાંકેર) રેલવે પરિયોજનાની દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર