ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો, એક દિવસમાં પહેલીવાર 1 લાખ 45 હજાર નવા કેસ, જાણો કેટલી મોત ?

શનિવાર, 10 એપ્રિલ 2021 (09:12 IST)
ભારતમાં કોરોના વાયરસનો કહેર થમવાનુ નામ નથી લઈ રહ્યો. શુક્રવારે સતત બીજા દિવસે દેશમાં કોરોના સવા લાખથી વધુ મામલા સામે આવ્યા. શુક્રવારે  કોરોના વાયરસે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા અને માત્ર એક દિવસમાં 1 લાખ 44 હજારથી વધુ નવા પોઝિટીવ કેસ સામે આવ્યા. આ પહેલા ગુરૂવારના આંકડામાં એક લાખ 31 હજાર નવા કેસ સામે આવ્યા હતા. તેમાથી 83.29 ટકા મામલા મહારાષ્ટ્ર-છત્તીસગઢ સહિત દસ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય સાથે જોડાયા છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજુ આંકડા મુજબ વીતેલા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 144,829ના નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન લગભગ 773 લોકોના મોત થયા. આ રીતે ભારતમાં કોરોના વાયરસના કુલ મામલાની સંખ્યા 13,202,783 પહોંચી ગઈ છે જે આખી દુનિયામાં ત્રીજા નંબર પર છે. બીજી બાજુ આ વાયરસથી મરનારાઓનો આંકડો 168,467ને પાર કરી ગયો છે. જે અમેરિકા, મૈક્સિકો અને બ્રાઝીલ પછી સૌથી વધુ છે. 
 
આ પહેલા ગુરૂવારે કોરોનાથી સંક્રમિત 131968 નવા દર્દીઓની ઓળખ થઈ હતી. શુક્રવારના ડેટાથી પહેલા આ દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. ભારતમાં રિકવરી દર ઘટીને 91.22 ટકા અને સક્રિય મામલાનો દર વધીને 7.50 ટકા થઈ ગયો છે. બીજી બાજુ મૃત્યુદર ઘટીને 1.28 ટકા પર પહોંચી ગયો છે. 
 
દસ રાજ્યોમાં સતત વધી રહ્યા છે કેસ 
 
ભારતના દસ રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે.  છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કુલ 83.29 ટકા કેસ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયા છે. તેમાંથી 53.84 ટકા કેસ એકલા મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 56286 નવા સંક્રમિતોની ઓળખ થઈ. . છત્તીસગઢ, યુપી, દિલ્હી અને કર્ણાટક નવા કેસોના હિસાબથી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. ચાર રાજ્યોમાં અનુક્રમે 10652, 8474, 7437 અને 6570 સંક્રમિત મામલા સામે આવ્યા છે. 
 
82.53 ટકા મોત 6 રાજ્યોમાં 
 
છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુમાંથી 82.53 ટકા છ રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 376 સંક્રમિતોએ દમ તોડ્યો, જ્યારે છત્તીસગઢમાં 94, પંજાબમાં 56, યુપીમાં 39, કર્ણાટકમાં 36 અને ગુજરાતમાં 35 લોકોના કોરોનાથી મોત થયા છે. બીજી બાજુ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ  (રાજસ્થાન, અસમ, લદ્દાખ, દમન અને દીવ અને દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, મણિપુર, લક્ષદ્વીપ, મિઝોરમ, અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ અને અરુણાચલ)માં એક પણ મોત થયા નથી. 
 
36 લાખથી વધુ ટીકા લગાવ્યા 
 
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ચોવીસ કલાકમાં દેશભરમાં કોવિડ -19 વેક્સીનના 36 લાખથી વધુ ડોઝ  આપવામાં આવ્યા છે. આ સાથે જ ભારતમાં અત્યાર સુધી આપવામાં આવેલા કુલ ડોઝ વધીને 94334262 પર પહોંચી ગયો છે. જેમા 8974511 એવા સ્વાસ્થ્ય કર્મચારીઓ છે જેમને પહેલી ખોરાક મળી ચુકી છે. જ્યારે કે 5449151 સ્વાસ્થ્ય કર્મચારીઓને બીજી ખોરાક આપવામાં આવી ચુકી છે. બીજી બાજુ આગળ રહીને કામ કરતા  9810164 કર્મચારીઓને ટીકાનો પહેલો ડોઝ આપ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર