ઝારખંડ ગૈંગરેપ - પંચાયતે 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો તો નરાધમોએ કિશોરીને જીવતી સળગાવી

શનિવાર, 5 મે 2018 (10:51 IST)
ઝારખંડના ચતરા જીલ્લામાં શુક્રવારે 16 વર્ષીય એક કિશોરી સાથે ગૈગરેપ પછી તેના પરિવાર સામે જ તેને સળગાવીને તેની હત્યા કરવામાં આવી. મામલો ઈટખોરી પોલીસ મથક ક્ષેત્ર રાજાકેંદુઆ ગામનો છે.  યુવતીને ચાર દબંગ યુવકોએ તેના ઘરની પાસેથી તેનુ અપહરણ કરી તેની સાથે ગેંગરેપ કર્યો. આ દરમિયાન યુવતીના પરિવારના લોકો એક લગ્ન સમારંભમાં ગયા હતા. ગેંગરેપ મામલે ન્યાય માટે કોર્ટ જવાને બદલે પંચાયત બોલાવાઈ. જ્યા પંચોએ સગીરની અસ્મતની કિમંત 50 હજાર રૂપિયા લગાવી અને આરોપીઓએ પીડિત પરિવારને 50,000 રૂપિયા આપવાનો આદેશ કર્યો. 
 
કિશોરીને જીવતી સળગાવી 
 
પંચાયતના નિર્ણયથી અપમાનિત અનુભવ કરી રહેલ ચારેય યુવકોએ પીડિત પરિવારના ઘરે જઈને પીડિતાને બાળીને મારી નાખી. આટલાથી પણ મન ન ભરાયુ હોય તેમ એ રાક્ષસોએ તેના માતા-પિતાની પણ નિર્મમતાથી પિટાઈ કરી નાખી. ઘટનાની સૂચના મળતા ગામ પહોંચેલી પોલીસે યુવતીનો અડધો બળેલો મૃતદેહ જપ્ત કર્યો. પીડિત પરિવારના લોકોએ ઈટખોરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લીધો છે.  પોલીસે આરોપીઓને પકડવા માટે શોધ અભિયાન શરૂ કર્યુ છે.  અત્યાર સુધી પંચાયત કરનારી મુખિયા તિલેશ્વરી દેવી અને એક અન્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 
 
CM બોલ્યા છોડીશુ નહી 
 
ઝારખંડના મુખ્યમંત્રીએ ગેંગરેપની ઘટના પછી કહ્યુ કે દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશુ. તેમને ટ્વિટ કરીને કહ્યુ, 'ચતરામાં થયેલ હ્રદયવિદારક ઘટનાથી ખૂબ દુખી છુ. સભ્ય સમાજમાં આ પ્રકારની બર્બરતા માટે કોઈ સ્થાન નથી. પ્રશાસને દોષિઓ વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દોષીઓને માફ નહી કરવામાં આવે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર