ઉત્તર ભારતમાં વાવાઝોડુ - 3 દુર્લભ વેધર સિસ્ટમનું કોમ્બિનેશન લાવ્યુ વાવાઝોડુ

શુક્રવાર, 4 મે 2018 (10:36 IST)
ત્રણ દુર્લભ વેધર સિસ્ટમના કોમ્બિનેશને આ પરિસ્થિતિ ઉભી કરી. વેસ્ટર્ન ડિસ્ટરબેંસે રાજસ્થાન, પંજાબ, હરિયાણા પર સાઈક્લોનિક સર્કુલેશન બનાવ્યુ. આ પેટર્ન યૂપી-બિહાર પહોંચ્યુ. ઉચ્ચ તાપમાનથી તોફાન જેવુ વાતાવરણ બન્યુ.  
શુ પહેલાથી અનુમાન નથી લાગી શકતુ - કોઈ ઓછા વરસાદવાળા ક્ષેત્રમાં 90 ટકા સુધી ભેજવાળી હવાઓ મોટા પ્રમાણમાં અચાંક પહોંચી જાય છે તો તોફાન જેવી સ્થિતિ ઉભી થઈ જાય છે.   આ બધુ માત્ર બે કલાકમાં જ થાય છે. બચવાની તૈયારીનો સમય મળતો નથી.  
 
વાવાઝોડાની સ્થિતિ બનવા પાછળના ત્રણ કારણ.. 
 
- ભીષણ ગરમી - ઉત્તર ભારતમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન 
- જોરદાર ભેજ - બંગાળની ખાડીમાં ભેજવાળુ વાતાવરણ 
- જળવાયુમાં જલ્દી-જલ્દી થનારા નાના-મોટા ફેરફાર..  
કેવા રહેશે આગામી બે દિવસ 
 
આગામી બે દિવસ સુધી ફરીથી ધૂળભર્યા વાવાઝોડાની આશંકા 
 
- મૌસમ વિભાગે બે દિવસ માટે ચેતાવણી રજુ કરી છે. રાજસ્થાન અને યૂપીમાં ફરી ધુળભર્યુ વાવાઝોડુ આવી શકે છે. 
- ચક્રવાતની સ્થિતિ બની રહી છે. અસર રાજસ્થાનના સીમાવર્તી જીલ્લામાં પડી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર