. હિમાલયમાં આવેલ પવિત્ર અમરનાથ ગુફામાંથી ગુરૂવારે બાબા બર્ફાનીની પ્રથમ ફોટો મીડિયામાં આવી. ગુફામાં બરફથી બનેલા 12 ફીટના પ્રાકૃતિક શિવલિંગના દર્શન માટે દક્ષિણ કાશ્મીરમાં તીર્થયાત્રાને શરૂઆત 28 જૂનથી થશે. આ વખતે બાબા અમરનાથની યાત્રા 20 દિવસ વધુ થશે અને આ રક્ષાબંધનના દિવસે 26 ઓગસ્ટના રોજ ખતમ થશે. આ માટે આખા દેશમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુ રજિસ્ટ્રેશન કરી ચુક્યા છે. યાત્રા દરમિયાન જમ્મુમાં પણ 4 સ્થાન પર રજિસ્ટ્રેશનની સુવિદ્યા રહેશે.
અત્યાર સુધી એક લાખથી વધુ રજિસ્ટ્રેશન
- અમરનાથની પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન માટે દર વર્ષે હજારો શ્રદ્ધાળુ યાત્રામાં સામેલ થાય છે. સાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યુ કે આ વખતે દેશભરના એક લાખથી વધુ લોકોએ અત્યાર સુધી યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક અને યસ બેંકની શાખાઓ દ્વારા રજિસ્ટ્રેશન ચાલુ છે.
- નરુલા મુજબ આ વખતે તીર્થ યાત્રા દરમિયાન જમ્મુમાં 4 સ્થાન (વૈષ્ણવ ધામ, સરસ્વતી ધામ, જમ્મુ હાટ અને ગીતા ભવન-રામ મંદિર) પર યાત્રા સ્થળ પર જ રજિસ્ટ્રેશનની સુવિદ્યા ઉપલબ્ધ રહેશે. બીજી બાજુ હેલિકોપ્ટર દ્વારા યાત્રા માટે ટિકિટનુ ઓનલાઈન બુકિંગ 27 એપ્રિલથી શરૂ થઈ ચુક્યુ છે.