ચમોલીમાં બરફ નીચે દટાયેલા ચાર મજૂરોના મોત, બેને ઋષિકેશ AIIMSમાં રિફર કરાયા; 5 હજુ ગુમ; બચાવ કામગીરી તીવ્ર
આ ઉપરાંત ગંભીર હાલતમાં બે મજૂરોને ઋષિકેશ એઈમ્સમાં રીફર કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ સીએમ ધામી સાથે વાત કરી અને રાહત અને બચાવ કામગીરી વિશે જાણકારી મેળવી. સલામત રીતે બહાર કાઢવામાં આવેલા કામદારોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સીએમ ધામીએ ચાર મજૂરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.