અલવિદા - બ્રિગેડિયર એલએસ લિદ્દડની પુત્રી અને પત્નીએ આપી અંતિમ વિદાય

શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (15:08 IST)
તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાના એમઆઈ-17  હેલીકોપ્ટર ક્રેશમાં સીડીએસ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મઘુલિકા રાવત ઉપરાંત 11 અન્ય સૈન્ય અધિકારીઓનો જીવ ગયો. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં બ્રિગ્રેડિયર એલએસ લિડ્ડર પણ હતા. બ્રિગેડિયર લિદ્દડને દિલ્હીમાં શુક્રવારે અંતિમ વિદાય આપવામાં આવી. 
આ દરમિયાન તેમની પત્નીએ ગીતિકા લિદ્દડે કહ્યુ, અમે હસતા તેમને અંતિમ વિદાય આપવી જોઈએ. સમાચાર એજંસી એનએનઆઈ સાથે વાત કરતા ગીતિકા લિદ્દડે જણાવ્યુ કે જીંદગી ખૂબ લાંબી છે. જો હવે ઈશ્વરને આ જ મંજૂર છે તો અમે આવી રીતે જીવીશુ. તેઓ એક ખૂબ સારા પિતા હતા. પુત્રી તેમને ખૂબ યાદ કરશે. આ એક ખૂબ મોટુ નુકશાન છે. 

આશના લિદ્દડનુ છલકાયુ દર્દ - બીજી બાજુ બ્રિગેડિયર એલ. એસ. લિદ્દડની પુત્રી આશના લિદ્દડે કહ્યુકે મારા પિતા મારી સાથે 17 વર્ષ સુધી રહ્યા. અમે તેમની સારી યાદો પોતાની સાથે લઈને જઈશુ. આ એક રાષ્ટ્રીય ક્ષતિ છે. મારા પિતા મારા બેસ્ટ ફ્રેંડ અને મારા હીરો હતા.  તે ખૂબ ખુશ મિજાજ વ્યક્તિ હતા. કદાચ અમારા નસીબમાં આ જ હતુ. તેઓ મારા સૌથી મોટા પ્રેરક હતા. 


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર