Tapi Bridge collapsed - તાપીમાં પુલ થયો ધરાશાયી, 15 ગામોને અસર

બુધવાર, 14 જૂન 2023 (11:36 IST)
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરો વચ્ચે તાપી જિલ્લાના વ્યારામાં મિંધોલા નદી પરનો પુલ તૂટી ગયો હતો.
 
આ પુલ માયપુર અને દેગામા ગામ વચ્ચે બનેલો હતો, જેના તૂટવાથી અંદાજે 15 ગામો પ્રભાવિત થયાં છે.
 
આ મામલે કાર્યપાલક ઇજનેર નીરવ રાઠોડે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "પુલનું નિર્માણકાર્યમાં 2021માં શરૂ થઈ ગયું હતું, જેનો ખર્ચ બે કરોડ રૂપિયા હતો. ઍક્સપર્ટ દ્વારા આ અંગે તપાસ કરાવાશે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર