Muzaffarpur News - ચાલો સેલ્ફી લઈશુ કહીને પતિને ઝાડ સાથે બાંધીને જીવત સળગાવ્યો

સોમવાર, 12 જૂન 2023 (11:24 IST)
મુઝફ્ફરપુર જિલ્લાના સાહેબગંજમાં એક પત્નીએ તેના પતિને જીવતો સળગાવી દીધો. જેને કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રવિવારે સવારે, તેને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો, જ્યાંથી ડૉક્ટરે તેને શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રેફર કર્યો
 
ઘટનાની જાણ થતા પોલીસ શનિવારે રાત્રે જ પહોંચી ગઈ હતી. લોકોએ આરોપી પત્નીને પકડીને પોલીસને હવાલે કરી દીધી. સેલ્ફી લેવાના બહાને પતિને ઝાડ સાથે બાંધતી વખતે ઈન્સ્પેક્ટર હરેન્દ્ર રામે ઘાયલ પતિનું નિવેદન લીધું. ઘાયલ પતિએ જણાવ્યું કે શનિવારે રાત્રે તેની પત્ની તેને સેલ્ફી લેવાનું કહીને લઈ ગઈ હતી. પછી એક ઝાડ સાથે બાંધી દીધો અને પછી તેના મોંમાં કપડું ભરી દીધું જેથી તે અવાજ ન કરી શકે.
 
પત્નીને અન્ય સાથે હતો પ્રેમ 
 
આગની લપેટ જોઈને આજુબાજુના લોકો દોડી આવ્યા અને તેનો જીવ બચાવ્યો. ગ્રામીણોના કહેવા મુજબ મહિલાને કોઈ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો. અફેયરને કારણે તેને આવુ ભયાનક પગલુ ભર્યુ. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને આ મામલાની તપાસ કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર