BrahMos destroyed pakistan
હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝફાયરની ઘોષણા કરવામાં આવી છે. જોકે, ભારતે પાકિસ્તાનને એક એવો પાઠ શીખવ્યો છે જે તે હંમેશા યાદ રાખશે. આ અથડામણમાં ભારતે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી સાબિત કરી દીધું છે કે તે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવી શકે સાથે જ મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને તેના બ્રહ્મોસની શક્તિ પણ બતાવી દીધી છે. બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના આ 11 એરબેઝનો નાશ કર્યો છે.
સ્કાર્દૂથી લઈને સિંધ સુઘીના 11 એયરબેસ નષ્ટ
યુદ્ધવિરામ થઈ ગયો છે... પરંતુ યુદ્ધવિરામ પહેલા શું થયું તે અંગે ઘણું કન્ફયુઝણ છે. આ ક્ષણે, પાકિસ્તાનમાં જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે. શાહબાઝ શરીફ ખુદનાં લોકોથી સત્ય છુપાવી રહ્યા છે. પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. પાકિસ્તાન તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમને પુરાવા મળ્યા છે કે 11 પાકિસ્તાની એરબેઝ ઉડાવી દેવામાં આવ્યા છે. જો આપણે પાકિસ્તાનના નકશા પર નજર કરીએ તો, પીઓકેમાં સ્કાર્ડુથી સિંધ સુધીના 11 મોટા એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે. હુમલો એટલો સચોટ હતો કે માત્ર રનવે જ નહીં પરંતુ સમગ્ર માળખાકીય સુવિધાનો નાશ થયો.
ભારતના હુમલાથી પાકિસ્તાની એરબેઝ ખરાબ રીતે નાશ પામ્યા છે. યુદ્ધવિરામ પહેલા પાકિસ્તાનમાં મોટા પાયે વિનાશ થયો છે. ભારતીય હુમલા દરમિયાન, મોટા વિસ્ફોટો સંભળાયા અને આ એરબેઝમાં આગ લાગી ગઈ. તમને જણાવી દઈએ કે બ્રહ્મોસ દુનિયાની સૌથી ઘાતક મિસાઈલોમાંથી એક છે જેને અટકાવવી મુશ્કેલ છે. આ મિસાઇલ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.