પંજાબમાં PMની સુરક્ષામાં મોટી ચૂક 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયા PM મોદી, ગૃહ મંત્રાલયે માંગ્યો રિપો

બુધવાર, 5 જાન્યુઆરી 2022 (15:57 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભટિંડા પહોંચ્યા, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. વરસાદ અને ખરાબ વિઝિબિલિટીના કારણે, પીએમ હવામાન સાફ થવા માટે લગભગ 20 મિનિટ રાહ જોઈ.  જ્યારે હવામાનમાં સુધારો થયો ન હતો, ત્યારે તેમણે રોડ દ્વારા નેશનલ મેરીટોરીયસ મેમોરિયલની મુલાકાત લેવાનુ નક્કી કર્યુ જેમાં 2 કલાકથી વધુ સમય લાગશે.

 
પંજાબના ડીજીપી દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની ખાતરી કર્યા બાદ તેઓ રોડ માર્ગે મુસાફરી કરવા માટે આગળ વધ્યા. PMનો કાફલો જ્યારે હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓ દ્વારા રસ્તો રોકી દેવામાં આવ્યો હતો. પીએમ 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. પીએમની સુરક્ષામાં આ એક મોટી ચૂક હતી.

પંજાબ સરકારને પીએમના કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી
 
પંજાબ સરકારને પ્રધાનમંત્રીના કાર્યક્રમની અને પ્રવાસની યોજના વિશે અગાઉથી જાણ કરવામાં આવી હતી. પ્રક્રિયા મુજબ તેઓએ લોજિસ્ટિક્સ, સુરક્ષા તેમજ આકસ્મિક યોજનાઓ તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવાની હતી. આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારે રસ્તા પર કોઈના પણ  દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવામી હતી જેનો પુરો અભાવ હતો 
 
 
ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો
આ સુરક્ષા ચૂક બાદ, ભટિંડા એરપોર્ટ પર પાછા જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સુરક્ષામાં આ ગંભીર ક્ષતિની નોંધ લેતા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. રાજ્ય સરકારને પણ આ ચૂકની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર