Bharat Bandh 2022: આજે ભારત બંધનું એલાન, જાણો કોણે આપ્યુ એલાન, ક્યા પડશે અસર ?

બુધવાર, 25 મે 2022 (08:02 IST)
BAMCEF એ  25 મેના રોજ આપ્યુ ભારત બંધનુ એલાન,  
25 મે ના રોજ બોલાવ્યુ ભારત બંધ,  કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ ભારત બંધ 
BMP ના સહારનપુર જીલ્લાધ્યક્ષ નીરજ ધીમાને આપી માહિતી
 
Bharat Bandh 2022: ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરીટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન (BAMCEF) એ 25 મે (બુધવાર) ના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અન્ય પછાત જાતિઓની જાતિ આધારિત વસ્તીગણતરી કરવાનો ઇનકાર કરવાના કારણે આ ભારત બંધ કરવામાં આવી રહ્યો છે. આ માહિતી બહુજન મુક્તિ પાર્ટી (BMP)ના સહારનપુર જિલ્લા અધ્યક્ષ નીરજ ધીમાને આપી છે.
 
આ ઉપરાંત  નીરજે બીજી ઘણી માંગણીઓ પણ આપી છે, જેના કારણે ભારત બંધ 2022નું એલાન કરવામાં આવ્યું છે. આ માંગણીઓમાં ચૂંટણીમાં ઈવીએમ સંબંધિત ગેરરીતિઓ, ખાનગી ક્ષેત્રોમાં એસસી-એસટી અને ઓબીસી માટે અનામતનો અમલ ન કરવા સહિતની ઘણી બાબતો કહેવામાં આવી છે.
 
આ ભારત બંધ માટે બહુજન મુક્તિ પાર્ટી અને ઓલ ઈન્ડિયા બેકવર્ડ એન્ડ માઈનોરિટી કોમ્યુનિટી એમ્પ્લોઈઝ ફેડરેશન (BAMCEF) માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમને બહુજન ક્રાંતિ મોરચાનું સમર્થન પણ મળ્યું છે.
 
ક્યા પડી શકે છે અસર 
આ ભારત બંધ(Bharat Bandh 2022) ની અસર દુકાનો અને જાહેર પરિવહન પર પડી શકે છે, જેના કારણે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારત બંધનું એલાન કરનારા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા દુકાનદારોને બુધવારે તેમની દુકાનો બંધ રાખવાની અપીલ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર