ઈડીની ધરપકડને પડકાર આપનારી અરજી દિલ્હી હાઈકોર્ટમાંથી રદ્દ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોચી ગયા છે. કેજરીવાલના વકીલ ચીફ જસ્ટિસની કોર્ટમા જલ્દી સુનાવણીની માંગ કરી છે. કારણ કે આજ પછી કોર્ટમાં ચાર દિવસની રજા છે. મંગળવારે અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઈકોર્ટ નિર્ણય સંભળાવતા તેમને તરત રાહત આપી નહોતી. દિલ્હી હાઈકોર્ટ કહ્યુ હતુ કે તપાસ એજંસી ઈડી દ્વારા તેમની ધરપકડ યોગ્ય છે.
હાઈકોર્ટે રદ્દ કરી હતી અરજી
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈ કોર્ટે મની લોંડ્રિગ મામલાની ધરપકડનો પડકાર આપવા અને તેના સમય પર સવાલ ઉઠાવનારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી રદ્દ કરતા મંગળવારે કહ્યુ કે સામાન્ય રૂપે ખાસ વ્યક્તિ વિરુદ્ધ તપાસ જુદી જુદી નથી હોઈ શકતી. કોર્ટે એ પણ કહ્યુ કે રાજનીતિક વિચાર કાયદાની પ્રક્રિયા માટે પ્રાસંગિક નથી. નવ વખત કેજરીવાલને નવ વખત સમન્સ મોકલવા છતાં હાજર ન થવા બદલ 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કેજરીવાલે કરી હતી આ દલીલ
કેજરીવાલે દલીલ કરી હતી કે ED વિડિયો કોન્ફરન્સ દ્વારા અથવા પ્રશ્નાવલિ મોકલીને તેમની પૂછપરછ કરી શકે છે અથવા તેમના નિવાસસ્થાને તેમની પૂછપરછ કરી શકે છે. જસ્ટિસ સ્વર્ણકાન્તા શર્માએ પોતાના ચુકાદામાં કહ્યું, “કોર્ટના મતે, આ દલીલ ફગાવી દેવાને લાયક છે કારણ કે ભારતીય ફોજદારી ન્યાયશાસ્ત્ર હેઠળ, તપાસ એજન્સીને કોઈ પણ વ્યક્તિની સુવિધા અનુસાર તપાસ કરવા માટે નિર્દેશિત કરી શકાય નહીં. કોઈ ચોક્કસ વ્યક્તિ કે સામાન્ય લોકોની તપાસ અલગ હોઈ શકે નહીં.