લુધિયાણા કોર્ટમાં થયો વિસ્ફોટ, બે લોકોની મોત અને લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા

ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (13:13 IST)
પંજાબનાં લુધિયાણામાં ગુરુવારે બપોરના સમયે વિસ્ફોટ થયો છે. લુધિયાણાના કોર્ટ સંકુલમાં ગુરુવારે બ્લાસ્ટ થયો હતો. જે બાદ નાસભાગ મચી ગઈ હતી. લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. તે જ સમયે, વિસ્ફોટની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાતો હતો. વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

 
એકનું મૃત્યુ અને ચારથી વધુ ઈજાગ્રસ્ત, મુખ્ય મંત્રી ચન્ની લુધિયાણા જવા રવાના
 
લુધિયાણાના પોલીસ અધિક્ષકને ટાંકીને સમાચાર એજન્સી એએનઆઈ લખે છે કે આ વિસ્ફોટ કોર્ટના બીજા માળે આવેલા રૅકોર્ડરૂમ પાસે થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકોને ઈજા થઈ છે.
 
વિસ્ફોટની તપાસ માટે બૉમ્બ ડિસ્પોઝલ ટીમ અને ફૉરેન્સિક્સની ટીમને ચંડિગઢથી બોલાવાઈ છે.
 
જ્યારે બીબીસી પંજાબીના સહયોગીના જણાવ્યા પ્રમાણે ચારથી વધુ લોકોને ઈજા થઈ છે.
 
આ વિસ્ફોટમાં અનેક લોકો ઈજાગ્રસ્થ થયા હોવાની શક્યતા સેવાઈ રહી છે.સમાચાર એજન્સી એએનઆઈએ આ ઘટનાની પુષ્ટિ કરી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર