CAA - જામિયા વિદ્યાર્થીઓનો મુદ્દો ઉઠ્યો ઓવૈસી બોલ્યા - સરકાર અત્યાચાર કરી રહી છે

સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (13:29 IST)
ઓલ ઈંડિયા મજલિસ-એ-ઈત્તેહાદૂલ મુસ્લિમીન(AIMIM)ના ચીફ અસરુદ્દીન ઓવૈસીએ જામિયા મિલિયાના વિદ્યાર્થીઓનો મુદ્દો આજે સંસદમાં ઉઠાવતા તેમને સમર્થન આપવાનુ એલાન કર્યુ છે. લોકસભામાં ઓવૈસીએ આજે કહ્યુ કે તેઓ જામિયાના વિદ્યાર્થેઓએ સાથે છે. તેમણે કહ્યુ કે સરકાર વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર કરી રહી છે તેઓ પુત્રીઓને મારી રહ્યા છે. 
 
લોકસભાની કાર્યવાહી દરમિયાન ઓવૈસીએ કહ્યુ કે સરકાર બાળકો પર જુલ્મ કરી રહે છે. તેમણે કહ્યુ, "અમે તમામ જામિયાના બાળકો સાથે છીએ. આ હુકુમત બાળકો પર જુલ્મ કરી રહી છે. તેઓ જાણે છે કે એક બાળકની આંખ જતી રહી, જણાવો કેમ મારી રહી છે. શરમ નથી આવતી તેમને બાળકો પર અત્યાચાર કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના વિરોધમાં જામિયાના વિદ્યાર્થી લગભગ છેલ્લા એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે CAA વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા, આગચંપી અને તોડફોડના મામલે પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે. ધરપકડ થયેલા મોટાભાગના અપરાધ સાથે જોડાયેલા છે અને તેમાંથી કોઈપણ વિદ્યાર્થી નથી. 
 
કોંગ્રેસનો પણ સરકાર પર હુમલો 
 
લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન જોષીએ કહ્યુ કે દેશના સામાન્ય લોકો સંવિધાનથી બચાવા માટે પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે સંવિધાનને પકડીને રાષ્ટ્રગેત ગાઈ રહેલા લોકો પર ગોળીઓ વરસાવવામાં આવી રહી છે.  દેશના લોકોને ક્રુરતાથી મારવામાં આવી રહ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર