Accident in Nashik: મહારાષ્ટ્રના નાસિકમાં હાઈવે પર 6 વાહનો અથડાયા, 6ના મોત, 16 ગંભીર, અકસ્માત
Accident in Nashik: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ચાંદવડ તાલુકાના રાહુડ ઘાટથી એક મોટી દુર્ઘટનાની જાણ થઈ છે. ગઈકાલે રાત્રે થયેલા આ ભયાનક અકસ્માતમાં અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 16થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે તમામ વાહનોને ભારે નુકસાન થયું હતું.