14.5 કરોડ ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયા, વાંચો મોદી કેબિનેટના 4 મોટા નિર્ણય

શનિવાર, 1 જૂન 2019 (13:17 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ કે નવી સરકારે કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં ખેડૂત અને વેપારી કલ્યા સાથે જોડાયેલા ચાર મોટા નિર્ણય લીધા છે. ભાજપાએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં તેનુ વચન આપ્યુ હતુ.  મોદીએ કેબિનેટની બેઠક પછી ટ્વીટ કર્યુ.  આ કાર્યકાળની પ્રથમ કેબિનેટમાં નવો ઈતિયાસ લખવાના નિર્ણય લેવામાં આવ્યા. જેનાથી ખુશ છુ. આ નિર્ણયોથી મહેનતી ખેડૂતો અને કર્મશીલ વેપારીઓને અત્યંત લાભ થશે. તેમણે કહ્યુ કે નિર્ણય અનેક ભારતેયોની ગરિમા અને સશક્તીકરણને પ્રોત્સાહિત કરે.  મોદીએ લખ્યુ જનતા પ્રથમ , જનતા સદૈવ. સરકારે શુક્રવારે પ્રધાનમંત્રી કિસાન યોજનાનો વિસ્તાર દેશના 14.5 કરોડ ખેડૂતો સુધી કરવાનો નિર્ણય કર્યો. આ વચ્ચે પ્રધનમંત્રીએ શુક્રવારે સાઉથ સ્થિત પોતાના કાર્યાલયમાં પહેલા દિવસ મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલની પ્રતિમાઓને પુષ્પાંજલિ આપી.  તેમણે તેનો સંક્ષિપ્ત વીડિયો પણ નાખ્યો. 
 
4 મોટા નિર્ણય 
 
- લધુ અને સીમાંત ખેડૂત માટે શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ હવે બધા 14.5 કરોડ ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવશે.  તેનાથી ખજાના પર 87 હજાર કરોડ રૂપિયાનો બોજો વધશે.  નાના ખેડૂતોને પેશનની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂત પેંશન યોજનામાં 18થી 40 વર્ષના ખેડૂતો ભાગ લઈ શકે છે.   જેનો લાભ 60 વર્ષની વય પછી મળશે. 
 
- આયોજનામાં ભાગ લેવા માટે ખેડૂતોને 55 રૂપિયા માસિક હપ્તો આપવો પડશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર આપશે.  10 હજાર કરોડ રૂપિયાનો ભાર સરકારે ખજાના પર આવશે.  આ યોજના નાના વેપારીઓ પર પણ લાગૂ થશે. આ એ વેપારી હશે જે જીએસટીના દાયરામાં આવતા નથી. 
 
- ખેડૂતોની આવકનો મોટો ભાગ પશુઓને થનારા રોગ પર ખર્ચ થાય છે.  સરકારે તેનો સામનો કરવા માટે દેશવ્યાપી ટીકાકરણની શરૂઆત કરી છે. આ યોજના પર 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ સરકારી ખજાના પર આવશે. 
 
- શહીદો અને પૂર્વ સૈનિકોના બાળકોને મળનારી છાત્રવૃત્તિને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પહેલા આ સુવિદ્યા આતંકી કે નક્સલી હિંસામાં શહીદ થયેલા સેના અને અર્ધસૈનિક બળ અને રેલવે સુરક્ષાબળ સુધી સીમિત હતી પણ હવે રાજ્ય પોલીસના શહીદ જવાનોના બાળકોને પણ મળશે.  આ યોજના હેઠલ દર મહિને છોકરાઓને 2500 અને છોકરીઓને 3000 રૂપિયા મળશે. પહેલા આ રકમ 2000 અને 2250 રૂપિયા હતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર