મુજફ્ફરપુર શેલ્ટરહોમ - CBI એ 11 યુવતીઓના મર્ડરની બતાવી આશંકા, હાડકાંઓની પોટલી જપ્ત

શનિવાર, 4 મે 2019 (11:36 IST)
. બિહારના મુજફ્ફરપુર શેલ્ટરહોમ કેસે શાસન-પ્રશાસનના હોશ ઉડાવી દીધા હતા. આ મામલે પ્રયસો સાથે એક નવો ખુલાસો થયો છે. કેન્દ્રીય તપાસ બ્યુરોએ શુક્રવારે સુપ્રીમ કોર્ટૅમાં આ વાતની આશંકા જાહેર કરતા ડર બતાવ્યો છેકે મુજફ્ફરપુર આશ્રય ગૃહ યૌન ઉત્પીડન મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ 11 છોકરીઓની કથિત રૂપે હત્યા કરી દીધી હતી. તેમણે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે એક સ્મશાન ઘાટ પરથી હાડકાઓની પોટલી જપ્ત થઈ છે. 
 
સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટમાં સીબીઆઇએ કહ્યું કે, તપાસ દરમિયાન પીડિતોના નિવેદનમાં 11 યુવતીઓના નામ સામે આવ્યા છે, જેમની ઠાકુર અને તેના સહયોગીઓએ કથિત રીતે હત્યા કરી હતી. એજન્સીએ કહ્યું કે, એક આરોપીના માર્ક પર સ્મશાનઘાટના એક સ્થાનનું ખોદકામ કરવામાં આવ્યું, જ્યાં હાડકાંની પોટલી મળી આવી છે.
 
 
તેજસ્વીનો નીતિશ પર નિશાન 
 
આ મામલાને લઈને રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી પ્રતાપ યાદવે નીતીશ સરકાર પર નિશાન સાંધ્યું છે. તેમણે કહ્યું કે નીતીશ કુમારના નજીક મનાતા દુલરવા બ્રજેશ ઠાકુરે સીએમને સંરક્ષણમાં 34 બાળકોને સત્તાધારી નેતાઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ ઉપરાંત 11 બાળકોને મારી નાંખી. હિન્દુ વિધી પ્રમાણે અગ્નિદાહ સંસ્કાર પણ કર્યો નહીં. બાકીની બાળકીઓ હજુ પણ ગાયબ છે.  નીતિશ સરકારની પોલ ખુલી છે 
 
સીબીઆઈની રિપોર્ટ - સીબીઆઈએ કહ્યુ કે તપાસ દરમિયાન તપાસ અધિકારીઓ અને રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય અને ન્યૂરો વિજ્ઞાન સંસ્થા દ્વારા નોંધાયેલ પીડિતોના નિવેદનમાં 11 યુવતીઓના નામ સામે આવ્યા છે. જેમની બ્રજેશ ઠાકુર અને તેના સહયોગીઓએ હત્યા કરી  નાખી હતી.   સીબીઆઈએક સોંગંધનામુ દાખલ કરતા કહ્યુ ગુડ્ડુ પટેલ નામના એક આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસાના આધાર પર આરોપીએ બતાવેલ સ્મશાન ઘાટમાં એક ખાસ સ્થાનનુ ખોદકામ કરવામાં આવ્યુ અને ત્યાથી હાડકાઓની પોટલી જપ્ત કરવામાં આવી. 
 
આ કેસમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બેન્ચે શુક્રવારના રોજ સુનવણી કરી. બેન્ચે કહ્યું કે અરજી પર સીબીઆઈને ઔપચારિક નોટિસ રજૂ કરાશે અને એજન્સી ચાર સપ્તાહની અંદર તેનો જવાબ આપશે. બેન્ચે સંક્ષિપ્ત દલીલો બાદ આ કેસમાં આગળની સુનવણી માટે છ મેની તારીખ નક્કી કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર