સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે ક્રિકેટ ફક્ત છોકરાઓ જ પસંદ કરે છે, પરંતુ એવી છોકરીઓ/સ્ત્રીઓની સંખ્યા પણ ઘણી મોટી છે જે આ રમતને પસંદ કરે છે. આવી જ એક છોકરી છે 'મીરાબાઈ નોટ આઉટ'ની નાયિકા મીરાબાઈ આચરેકર.
વિશ્વપ્રેમ વિદ્યાલયમાં મીરા બાળકોને ગણિત શીખવાડે છે. અત્યાર સુધી અવિવાહિત છે, કારણ કે તે પ્રેમ કરે છે ક્રિકેટ ખેલાડી અનિલ કુંબલેને.
મુંબઈની એક પોળમાં મીરાબાઈ એક નાનકડા ઘરમાં રહે છે અને જ્યારે પણ મેચ આવે છે તે ભારતીય ક્રિકેટ ટીમની જીત માટે પ્રાર્થના કરવાનું ભૂલતી નથી. મીરાના ક્રિકેટ પ્રેમથી તેના ઘરવાળાઓને નવાઈ લાગે છે.
મીરાનો એક ભાઈ મનોજ પણ ક્રિકેટનો શોખીન છે. રંજી ટ્રોફી રમી ચૂકેલ મનોજને જ્યારે પણ વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાવાની હોય ત્યારે પોતાની બહેનને માટે એક ટિકિટની વ્યવસ્થા કરવાની હોય છે. તે શાળા છોડીને મેચ જોવા પહોંચી જતી હતી.
મીરાના ઘરવાળાઓને હવે તેનુ લગ્ન કરવાની ચિંતા સતાવવા લાગી છે, કારણ કે તેની ઉમંર લગ્નની થઈ ગઈ છે. મીરાની મુલાકાત એક વાર ડો. અર્જુન સચદેવા સાથે થાય છે. આ મુલાકાત ધીરે ધીરે પ્રેમમાં પરિવર્તિત થાય છે. મીરાને અનુભવ થાય છે કે જીવનમાં ક્રિકેટ સિવાય પણ ઘણું બધુ છે.
IFM
એક દિવસ અર્જુનની સામે મીરાબાઈ સ્વીકારે છે કે તેનુ લગ્ન ક્રિકેટ સાથે થઈ ચૂક્યુ છે. તે પોતાની ક્રિકેટ પ્રત્યેની ઘેલછાંની બધી વાતો અર્જુનને બતાવે છે. મેરાની આ વાતોથી અર્જુનના પિતા ખુશ નથી. ત્યારબાદ ઘણા નાટકીય ઘટનાક્ર્મ આવે છે.
આ ફિલ્મનુ નિર્દેશન ચંદ્રકાંત કુલકર્ણીએ કર્યુ છે, જે મરાઠી સિનેમામા એક જાણીતું નામ છે. ચંદ્રકાંતે આ ફિલ્મ બહુ પહેલા પૂરી કરી લીધી હતી. પરંતુ હવે તે ફિલ્મ રજૂ થવા જઈ રહી છે.
આ દરમિયાન અનિલ કુંબલેએ પણ સંન્યાસ લઈ લીધો, જે આ ફિલ્મના સ્ટાર બતાવવામાં આવી રહ્યા છે. આનાથી ફિલ્મ પર પ્રતિકૂળ અસર પડે એ સ્વાભાવિક છે. મંદિરાની નાયિકાના રૂપમાં પસંદગી કદાચ એ માટે કરવામાં આવી છે કે ક્રિકેટ મેચો દરમિયાન તે ટીવી પર ક્રિકેટ પર ટિપ્પણી કરતી જોવા મળી હતી. પરંતુ તેના બદલે કોઈ યુવા નાયિકાને લેવામાં આવતી તો સારું રહેતુ.
સાંભળવા મળી રહ્યુ છે કે અનિલ કુંબલે આ ફિલ્મના નિર્માતા-નિર્દેશકથી ઘણા નારાજ છે. કારણ કે ફિલ્મની પબ્લિસિટીમાં તેમણે મંદિરા બેદીની સાથે બેડ પર બતાવવામાં આવ્યા છે. અનિલ પોતાની ઈમેજનું ખૂબ જ ધ્યાન રાખે છે.