છવાઈ ગયો ક્રિસમસનો ઉલ્લાસ

N.D
ઈસાઈ સમાજનો મુખ્ય તહેવાર ક્રિસમસ નજીક આવતા જ ચર્ચની સુંદરતાને ચાર ચાંદ લાગી ગયા છે. ચર્ચ સફેદ રોશનીથી ચમકી રહી છે અને ગૌશાળાઓ સજીને પ્રભુ ઈશુના જન્મની તૈયારીઓ કરી રહી છે ક્રિસમસ પર હજારો લોકો ડેકોરેશનને નિહાળી પ્રભુ ઈશુ જન્મ અને તેની ખુશીના ક્ષણનો અનુભવ કરી શકશે.

N.D
ક્રિસમસ પર ડેકોરેશનને લાઈટિંગથી સજાવવામાં આવશે. ઘરમાં ગૌશાળા બનાવી લોકો પોતાના ઘરને પવિત્ર કરી રહ્યા છે. સાથે જ સમાજના લોકો તહેવાર માટે બજારમાંથી જરૂરી ખરીદી કરી રહ્યા છે. કોઈ સુંદર કપડા, તો કોઈ સજાવટી સામાન અને કેક બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. તો કેટલાક લોકો ઘરે ઘરે જઈને ઈશુના જન્મની ગાથા(કેરેલ્સ)ગાઈને ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે. સાંતાક્લોઝના માસ્ક પહેરીને દુકાનદારો લોકોને આકર્ષી રહ્યા છે. 24 ડિસેમ્બરની રાતથી ક્રિસમસની વિશેષ પાર્થના શરૂ થઈ જશે.... સૌ ખ્રિસ્તી ભાઈ-બહેનોને મેરી ક્રિસમસ...

વેબદુનિયા પર વાંચો