ક્રિસમસની શુભ વસ્તુઓ...

W.D

ક્રિસમસ વૃક્ષ

સદાબહાર ઝાડિયોને ઈસુના યુગ પહેલાં પણ પવિત્ર માનવામાં આવતાં હતાં. આનો મૂળ આધાર તે રહ્યો છે કે આ વૃક્ષ શિયાળામાં બરફ પડે છતાં પણ લીલાછમ જ રહે છે. આ જ ધારણાને આધારે રોમનવાસીઓએ શિયાળાના ભવ્ય ભગવાન સૂર્યના સન્માનમાં ઉજવવામાં આવતાં સેટૅનેર્લિયા પર્વમાં ચીડના વૃક્ષોને શણગારવાની પરંપરા આરંભ કરી હતી.

ક્રિસમસના પરિપ્રેક્ષ્યમાં સદાબહાર ફરનું પ્રતીક ઈસાઈ સંત બોનિફેસ દ્વારા ઈઝાદ કરવામાં આવ્યું હતું. જર્મનીમાં યાત્રાઓ કરતાં તેઓ એક અન્ય ઝાડની નીચે વિશ્રામ કરી રહ્યાં હતાં જ્યાં ગૈર ખ્રિસ્તી ઈશ્વરની સંતુષ્ટિ માટે બલી આપવામાં આવતી હતી. સંત બેનિફેસે આ વૃક્ષને કાપીને તેની જગ્યાએ ફરનું વૃક્ષ લગાવી દિધું. ત્યાર બાદ ધાર્મિક સંદેશ માટે સંત બોનિફેસ ફરના પ્રતીકનો પ્રયોગ કરતાં હતાં.

આ વિશે એક જર્મન દંતકથા એવી પણ છે કે જ્યારે ઈસુનો જન્મ થયો ત્યારે ત્યાંના પશુઓએ તેમને પ્રણામ કર્યા અને જોત જોતામાં બધા જ જંગલના ઝાડ લીલા પાનથી છવાઈ ગયાં. એટલે જ તો ક્રિસમસ ટ્રીને ખ્રિસ્તી ધર્મનું પરંપરાગત પ્રતીક માનવામાં આવે છે.

હોલી

અમુક સદાબહાર વસ્તુઓ પણ છે જેમને પવિત્ર માનવામાં આવે છે. આ બધાનો એક અલગ જ અર્થ છે. હોલી માલા પરંપરાગત રૂપથી હોલીમાલા ઘરો તેમજ ગિરિજાઘરોમાં લટકતી જોવા મળે છે. આને સૌભાગ્યનું પ્રતિક મનાવામાં આવે છે.

મિસલટો

સામન્ય રીતે આ બોરના આકારની સફેદ રચના હોય છે જે સફરજનના ઝાડની ડાળીઓ પર મળી આવે છે. આનો સૌથી વધારે લોકપ્રિય અર્થ છે કે તેની નીચે ઉભો રહેનાર વ્યક્તિ કોઈ પણનું ચુંબન લઈ શકે છે.

પરંપરાગત રીતે એવી માન્યતા છે કે મિસલટોની નીચે મળનાર બે મિત્રો પર ભાગ્ય હંમેશા ખુશ રહે છે. અને જો બે દુશ્મન આની નીચે મળી જાય તો તે દોસ્ત બની જાય છે.

આઈવ

આ મિત્રતાનું પ્રતીક છે એક એવો પ્રેમ જે સ્થાયી અને અતુટ હોય છે.
W.D

સંત નિકોલસ (સાંતા ક્લોઝ)

સાંતા ક્લોઝ શબ્દની ઉત્પત્તિ ડચ સિંટર ક્લાઝથી શરૂ થઈ છે. આ સંત નિકોલસનું લોકપ્રિય નામ છે. મજાની વાત તો તે છે કે સંત નિકોલસની વાર્તાને ઈસુના જન્મોત્સવની સાથે કોઈ જ લેવા દેવા નથી. એવી ધારણા છે કે સંત નિકોલસ એક ખ્રિસ્તી પાદરી હતાં. જે એશિયાના માઈનરમાં દોઢ હજાર વર્ષ પહેલાં રહેતાં હતાં. તેઓ ખુબ જ ઉદાર અને દયાળુ હતાં તેમજ દરેક જરૂરિયાતમંદની મદદ કરતાં હતાં. બાળકોના સંબંધે એક દંતકથા પ્રચલિત છે કે એક વખત તેઓ એક એવા મકાનની અંદર રોકાયા હતાં કે જ્યાં ત્રણ બાળકોની હત્યા કરીને તેમના શવને અથાણાની બરણીમાં સંતાડી દેવાયા હતાં. સંત નિકોલસે આ બાળકોને પોતાના ચમત્કારો વડે જીવતાં કરી દિધા હતાં. ત્યારથી તેમને બાળકોના સંત કહેવાય છે. એક અન્ય લોકવાયકા અનુસાર સંત નિકોલસ ક્રિસમસની રાત્રે ગલીઓની અંદર ફરીને જરૂરતમંદ બાળકોને ચોકલેટ અને મીઠાઈઓ વહેચતા હતાં જેથી કરીને તેઓ પણ હર્ષોલ્લાસ પૂર્વક ક્રિસમસની ઉજવણી કરી શકે છે. આ રીતે ક્રિસમસ અને બાળકોની સાથે સાંતા ક્લોઝનો સંબંધ જોડાયેલ છે.