જાણૉ શા માટે ઉજવાય છે શિવરાત્રિ why-shivaratri-is-celebrated-

સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (15:56 IST)
એક વાર નારદ મુનિ શિવલોક ગયા. ત્યાં જઈને તેણે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ શિવજીનો  આ કહીને ગુણગાન શરૂ કરી દીધાકે તમે તો ભગવાન શ્રીકૃષ્ણના સૌથી પ્રિય છો. તમારા તેનાથી કોઈ ભેદ નહી. તમે અને એ એક જ છે. તમે જીવોના દરેક રીતે કલ્યાણ કરી શકો છો. અહીં સુધી કે કૃષ્ણ પ્રેમ પણ આપી શકો છો. તમારી મહિમા સાંભળીને શ્રી શિવજી મહારાજજી એ ખૂબ વિનમ્રતાથી નારદજીને કીધું "હું તો શ્રીકૃષ્ણનો તુચ્છ સેવક છું, આ તો તેમની સૌહતકી કૃપા છે કે તેમની સેવાઓ મને આપે છે. 
 
શ્રીમદ ભાગવદમાં એક બીજું પ્રસંગ છે કે એક વાર દેવતાઓ અને દૈત્યોએ મળીને ભગવાનના નિર્દેશાનુસાર સમુદ્ર મંથનની યોજના બનાવી જેથી અમૃત મેળવી શકાય. પણ તે સમુદ્ર મંથનના સમયે સૌથી પહેલા હલાહલ વિષ નિકળ્યું હતું. તે ઝેર આટલું વિષૈલો હતો કે આખું વિશ્વ ભીષણ તાપથી પેડિત થઈ ગયું હતું. દેવ દૈત્ય વગર પીધા માત્ર સૂંઘતા જ બેભાન થઈ ગયા. 
 
ત્યારે ભગવાને તેમની શક્તિથી બધાને ઠીક કર્યા. દેવોએ જ્યારે આ ઝેરથી બચવાના ઉપાય પૂછ્યા તો ભગવાને કીધું કે શિવજીથી જો તમે બધા પ્રાર્થના કરશો તો એ તેમનો ઉકેલ કાઢીશ. શ્રીશિવ જી મહારાજએ દેવતાઓની પ્રાર્થના પર ભગવાનની પ્રસન્નતા માટે તે હલાહલ ઝેરને પીવાનો નિર્ણય લીધું. 
 
આપને તેમના હાથમાં એ ઝેર લીધું અને પી ગયા. પણ તે નિગળ્યું નહી તેમને વિચાર કર્યા કે મારા હૃદયમાં રહેતા ભગવાનને આ રાચશે નહી તેથી તેમને આ ઝેર ગલામાં જ રોકી લીધા જેના પ્રભાવથી તેમનો ગળું નીલો થઈ ગયું અને તમે નીલકંઠ કહેવાયા. તમારી એવી અદભુત અને અલૌકિક ચેષ્ટાની યાદમાં જ શિવરાત્રી ઉજવાય છે. 
 
 

વેબદુનિયા પર વાંચો