Mahashivratri 2024 : મહાશિવરાત્રિ પર બની રહ્યો છે આ અદ્દભૂત સંયોગ, શિવ ભક્તો પર થશે વિશેષ કૃપા

શનિવાર, 24 ફેબ્રુઆરી 2024 (18:29 IST)
Maha Shivratri Kyare che: મહાશિવરાત્રિનો તહેવાર આ વખતે એક સાથે અનેક શુભ યોગની વચ્ચે ઉજવાશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત 4 શુભ એક સાથે બની રહ્યા છે અને એ દિવસની પૂજા ખૂબ જ શુભ ફળ પ્રદાન કરનારુ માનવામાં આવી રહ્યુ છે.  આ દિવસે વ્રત રાખીને ભગવાન શિવની  ઊજા કરવાથી તમને બધા સુખોની પ્રાપ્તિ થાય છે.  તમારા જીવનમાંથી કષ્ટ અને સમસ્યાઓ દૂર થઈ જાય છે અને શિવ કૃપાથી બધા ઈચ્છિત કાર્ય પૂર્ણ થાય છે. આવો જાણીએ શિવરાત્રિ પર કયા શુભ યોગ બની રહ્યા છે. 
 
મહાશિવરાત્રિ આ વર્ષે 8 માર્ચના દિવસે શુક્રવારે ઉજવાશે. પંચાગ મુજબ આ વખતે મહાશિવરાત્રિ પર અનેક શુભ  યોગ એક સાથે બની રહ્યા છે. તેથી આ વર્ષે આ તહેવાર ખૂબ જ શુભ ફળ આપનારો માનવામાં આવી રહ્યો છે.  મહાશિવરાત્રિ ફાગણ મહિનાની કૃષ્ણ ચતુર્દશી તિથિના રોજ ઉજવાય છે.  આ વર્ષની મહાશિવરાત્રિ ફાગણ મહિનાને કૃષ્ણ ચતુર્દશી તિથિના રોજ ઉજવાય છે. આ વર્ષની મહાશિવરાત્રિ સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અનેક ખૂબ જ શુભ યોગ વચ્ચે ઉજવાશે. પૌરાણિક માન્યતાઓ મુજબ મહાશિવરાત્રિનો તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીની વૈવાહિક ઉત્સવના રૂપમાં ઉજવાય છે.  શિવપુરાણમાં બતાવ્યુ છે કે જે લોકો પરણેલા છે તેમને પોતાના જીવનસાથીની સાથે આ દિવસે પૂર્ણ વિધિ વિધાનથી શિવરાત્રીની પૂજા કરવી જોઈએ . આવો તમને બતાવીએ કે આ દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ ઉપરાંત કયા કયા શુભ મુહુર્ત બનેલા છે અને તેનુ શુ મહત્વ છે.  સાથે જ એ પણ જાણો કે આ દિવસે શુ કરવુ શુ ન કરવુ જોઈએ. 
 
મહાશિવરાત્રિ પર સર્વાર્થ સિદ્ધિ યોગ 
સર્વાર્થ સિદ્ધિ યોગમાં મહાશિવરાત્રિ જેવા મહાપર્વનુ હોવુ શિવજીની વિશેષ કૃપા આપનારુ માનવામાં આવી રહ્યુ છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં મહાશિવરાત્રિનુ વ્રત કરવુ અને પૂજા કરવાથી તમને દરેક કાર્યમાં મનપસંદ સફળતા પ્રાપ્ત થશે અને તમાર કામ કોઈપણ પ્રકારના અવરોધ વગર પૂરા થશે અને વેપારમાં સફળતા પ્રાપ્ત થશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે સર્વાર્થ સિદ્ધિ યોગ શુક્રવારે હોવાથી તેનો શુભ પ્રભાવ વધુ વધી જાય છે. આ વર્ષે શિવરાત્રિ તમારા ભૌતિક સુખોમાં વૃદ્ધિ કરનારી માનવામાં આવી રહી છે. 
 
મહાશિવરાત્રિ પર શિવ યોગનો સંયોગ પણ બની રહ્યો છે. શિવ યોગ સાધના, મંત્ર, જપ અને તપ માટે ખૂબ સારો હોય છે. આ યોગમાં મહાશિવરાત્રિનુ વ્રત કરવાથી ભગવાન શિવ સુધી આપણી પ્રાર્થના શીધ્ર પહોચી જાય છે.  
 
મહાશિવરાત્રી પર શિવયોગનો પણ સંયોગ છે. શિવ યોગ ધ્યાન, મંત્ર, જપ અને તપ માટે ખૂબ જ સારો છે. આ યોગમાં મહાશિવરાત્રિનું વ્રત કરવાથી તમારી પ્રાર્થના ભગવાન શિવ પાસે જલ્દી પહોંચે છે. મહાશિવરાત્રીના દિવસે શુભ યોગ કરવાથી તમારી સાધના પૂર્ણ થાય છે અને તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.
 
મહાશિવરાત્રિ પર નિશીત કાળની પૂજાનો સમય સિદ્ધિ યોગ રહેશે અને આ કાળમાં શિવ સાધનાનુ સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય છે. આ યોગમાં શિવ પૂજા માટે કરવામાં આવેલા બધા ઉપાય ખૂબ જ અસરદાર અને ભોલે બાબા ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈને તમારી બધી મનોકામના જલ્દી પૂરી કરે છે. તમારી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને બધા કાર્ય સરળતાથી પૂરા થઈ જાય છે. 
 
મહાશિવરાત્રિ પર શ્રવણ નક્ષત્ર 
 
મહાશિવરાત્રિ પર શ્રવણ નક્ષત્રની હાજરીથી આ દિવસ વધુ શુભ બની ગયો છે. શ્રવણ નક્ષત્રનો સ્વામી શનિદેવ માનવામાં આવે છે, જે ભગવાન શિવના પરમ ભક્ત છે. તેથી મહાશિવરાત્રીના દિવસે શ્રવણ નક્ષત્ર આવી રહ્યુ હોવાને આ વ્રત વધુ ફળદાયી બન્યું છે. શ્રવણ નક્ષત્રમાં શિવની ઉપાસના કરવાથી તમને ભગવાન શિવની કૃપાનો લાભ ખૂબ જ જલ્દી જોવા મળે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર