HMPV Virus Symptoms: ચીનમાં Human Metapneumovirus (HMPV) વાયસર ઝડપથી ફેલાય રહ્યો છે. ત્યારબાદ ભારતમાં પણ તેને લઈને ચિંતા ઉભી થઈ ગઈ છે.. આ (Human Metapneumovirus outbreak) વાયરસ ખાસ કરીને બાળકોમાં દેખાય રહ્યો છે. જો કે ખાસ કરીને બાળકમાં જોવા મળી રહ્યા છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયનુ કહેવુ છે કે ભારતના લોકોને તેનાથી ગભરાવવાની જરૂર નથી. સ્વાસ્થ્ય મંત્રાલય (Common symptoms of HMPV) પર તેના પર ખૂબ ઝીણવટાઈથી નજર રાખવામાં આવી રહી છે અને આંતરરાષ્ટ્રીય એજંસેઓના સંપર્કમાં છે.
શુ છે HMPVના લક્ષણ ?
HMPV ના સામાન્ય લક્ષણ ખાંસી, તાવ, નાક બંધ થવુ, શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ છે. આ લક્ષણ અન્ય શ્વાસ સાથે જોડાયેલ વાયરસના કારણે થનારા સંક્રમણોના લક્ષણો સમાન છે. ગંભીર મામલામાં તેનાથી બ્રોકાઈટિસ અને નિમોનિયા થઈ શકે છે.
કેવી રીતે ફેલાય છે HMPV ?
HMPV સંક્રમિત વ્યક્તિના ખાંસી ખાવાથી કે છીંકવાથી શ્વાસના ટીપાના માધ્યમથી ફેલાય છે. જો આ વાયરસ વાતાવરણમાં ફેલાય ચુક્યુ છે તો તેના સંપર્કમાં આવવાથી પણ સંક્રમણ ફેલાય શકે છે. HMPV સૌથી વધુ શિયાળામાં ફેલાય છે.
આ વાયરસથી કેવી રીતે રહેશો સુરક્ષિત ?
HMPV થી સુરક્ષિત રહેવા માટે સાફ સફાઈ ખૂબ જરૂરી છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિના ખાંસી ખાવાથી, છીંકવાથી કે વાત કરવાથી આ ફેલાય જાય છે. તેથી, ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા મહત્વપૂર્ણ છે. તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો, ખાસ કરીને તમારી આંખો, નાક અને મોં, કારણ કે આનાથી વાયરસ તમારામાં પ્રવેશી શકે છે. જો તમે અસ્વસ્થતા અનુભવતા હોવ અથવા ઉધરસ, ગળામાં દુખાવો અથવા તાવ જેવા લક્ષણો તમારી અંદર દેખાય તો અન્ય લોકોમાં વાયરસ ફેલાય નહી એ સાવધાની માટે ઘરે રહો.
સંક્રમણનુ જોખમ ઘટાડવા માટે ભીડવાળા જાહેર સ્થળોએ માસ્ક પહેરીને જાવ. દરવાજાના હેન્ડલ્સ, લાઇટ સ્વીચ અને સ્માર્ટફોનને નિયમિતપણે સાફ કરો. લક્ષણો દેખાય તો લોકોથી દૂર રહો. જો HMPV ના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.