તમે જેટલું વધુ આલ્કોહોલ પીશો, તેટલું કેન્સરનું જોખમ વધે છે. દરરોજ ત્રણ કે તેથી વધુ ડ્રીંક પીવાથી પેટ અને સ્વાદુપિંડના કેન્સરનું જોખમ વધી જાય છે. દરરોજ લગભગ 3.5 પીણાં પીવાથી મોં, ગળા, કંઠસ્થાન અને અન્નનળીના કેન્સરનું જોખમ બમણું અથવા ત્રણ ગણું વધી જાય છે..
દારૂ અને ધૂમ્રપાન એકસાથે કરવાથી મોંઢાંનું કે ગળાનું કેન્સર થવાનું જોખમ માત્ર આલ્કોહોલ પીવાથી અથવા માત્ર ધૂમ્રપાન કરવાથી થતા કેન્સરનાં જોખમ કરતા વધુ હોય છે. આલ્કોહોલ શરીર માટે જરૂરી એ પોષક તત્વોને શોષવાનું મુશ્કેલ બનાવે છે જે તેને કેન્સરથી બચાવે છે. જેમ કે વિટામીન A, B1, B6, C, D, E, K અને ફોલેટ, આયર્ન અને સેલેનિયમ.
દારૂ વજન વધારવામાં યોગદાન આપે છે, જે 12 થી વધુ પ્રકારના કેન્સર સાથે સંકળાયેલું છે, દારૂ પીવાનું કોઈ સુરક્ષિત સ્તર નથી, મતલબ કે કેટલું ડ્રીંક કરશો તો કેન્સર નહિ થાય. પરંતુ તમે જેટલું દારૂનું સેવન ઓછું કરશો તેટલું તમને કેન્સરનું જોખમ ઓછું રહેશે.