આ વાયરસને લઈને કેન્દ્ર દ્વારા જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી બિમારીઓમાં વધારો થવાના અહેવાલો વચ્ચે, દિલ્હીમાં ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS)ની અધ્યક્ષતાવાળી સંયુક્ત સમિતિ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મોનિટરિંગ જૂથની બેઠક યોજી હતી. બેઠક બાદ કહેવામાં આવ્યું હતું કે આ ફ્લૂ અસામાન્ય નથી. રિપોર્ટ એ પણ સૂચવે છે કે વર્તમાન વધારો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, આરએસવી અને એચએમપીવીને કારણે થઈ રહ્યો છે - જે આ સિઝનમાં સામાન્ય પેથોજેન્સ છે.