મંદિર પર ઘમાસાન - ક્યારે આવશે આનુ સમાધાન ? ક્યા સુધી ચાલશે મંદિરના નામે રાજનીતિ

બુધવાર, 16 ઑક્ટોબર 2019 (07:04 IST)
અયોધ્યામાં રામ મંદિર બનાવવાની લઈને કેન્દ્ર સરકાર પર દબાણ વધતુ જઈ રહ્યુ છે.  કોર્ટમાં આ મામલો હજુ સુધી ઉકેલાયો ન અથી. તેથી પહેલા વિશ્વ હિન્દુ પરિષદે દબાણ બનાઅવુ શરૂ કર્યુ કે મંદિ રબ્નાવવા માટે સરકાર કાયદો બનાવે કે અધ્યાદેશ રજુ કરે. પણ ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી જ કહેતી આવી છે કે તે સંવિઘાન પર વિશ્વાસ કરે છે
 
તેથી તે ન્યાયાલયના આદેશની રાહ જોઈ રહી છે.   અગાઉની લોકસભા  ચૂંટણીમં ભાજપાએ વચન આપ્યુ હતુ કે જો તેની સરકાર બની તો તે રામ મંદિરનુ નિર્માણ કરાવશે. પણ હવે આ સરકારનુ સત્ર પુરૂ થવા આવ્યુ છે અને મંદિર નિર્માણ બાબતે કોઈ ગતિ નથી આવી.  તેથી વિહિપનુ કહેવુ છે કે હવે આ મામલે લોકોનુ ધૈર્ય તૂટી પડ્યુ છે.  ભલે જેવી રીતે પણ તેઓ મંદિર બનાવીને જ રહેશે.   આ રીતનુ વિહિપનુ દબાણ તો હતુ જ .. શિવસેનાએ પણ તીખા પ્રહાર કરી દીધા.   તેઓ પણ પોતાના સમર્થકો સાથે વિહિપે બોલાવેલ ધર્મ સભામાં હાજરી આપવા અયોધ્યા પહોંચી ગયા.  શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ધમકી આપી દીધી છે કે જો મંદિર ન બન્યુ તો સરકાર પણ નહી બને. 
 
અયોધ્યાની ધર્મસભાએ કેન્દ્ર સરકાર સામે ધર્મસંકટ ઉભુ કરી દીધુ છે.  મંદિર નિર્માણ માટે કાયદો બનાવવાની પ્રક્રિયા જટિલ છે. અને તે આટલી જલ્દી શક્ય નથી.  અને જો તે અધ્યાદેશ રજુ કરે છે તો તે તેનો કાયદા પર વિશ્વાસ વાળો તર્ક ખોટો સાબિત થશે.  જેને કારણે દેશમાં નવા પ્રકારનો વિવાદ ઉભો થશે.    જો કે કોર્ટે કહ્યુ કે જો સંત સમાજ અને બધા ધાર્મિક રાજનીતિક દળો સાથે મળીને કોઈ સર્વસામાન્ય હલ કાઢી લે તો મંદિર નિર્માણનો રસ્તો સુગમ થઈ જશે.   પણ વિહિપ પોતે કેટલાક એવા મુદ્દાને તૂલ આપી રહી છે જે અડચણ ઉભી કરી શકે છે.   મતલબ તે સમગ્ર ભૂમિ પર મંદિર નિર્માણ કરાવવા માંગે છે.  જ્યારે કે તેનો થોડો ભાગ બાબરી મસ્જ્દિના દાવેદારોને પણ આપવાનો નિર્ણય થયો હતો.  આ આંદોલનમાં નવી નવી જોડાયેલી શિવસેનાએ પણ વિહિપની જ રાહ પકડી છે.   આ રીતે આ મમલો સરળ નથી લાગતો.  બીજી બાજુ ઉત્તર પ્રદેશ સરકારે રામની મૂર્તિ લગાવવાનો નકશો રજૂ કર્યો છે.  તો દેખીતુ છે કે તે હાલ કોઈ વિવાદ  ઉભો કરવા માંગતી નથી. પણ આ પ્રકરણમાં શિવસેનાના વલણથી એક રાજનીતિક કોણ જરૂર જોડાય ગયુ છે. 
 
શિવસેના પ્રમુખે અયોધ્યામાં ભલે કહ્યુ કે તેઓ મંદિર મામલે કોઈ રાજનીતિ નથી કરી રહ્યા, પણ તેમના અચાનક સક્રિય થવાથી સાફ તેમણે આને ભાજપા સાથે જોર અજમાઈશના રૂપમાં પસંદ કર્યુ છે. ભાજપાના એક ધારાસભ્યએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન પણ સાધ્યુ કે તે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયો પર હુમલો કરી પોતાની રાજનીતિ કરતા આવ્યા છે. હવે તેમને ઉત્તર ભારતના મુદ્દામાં અચાનક રસ કેવી રીતે ઉભો થયો.   ઉલ્લેખનીય છે કે જ્યારથી મહારાષ્ટ્રમાં ભાજપાએ શિવસેનાને અલગ કરી દીધી છે. તે અત્યાર સુધી પોતાનો ઘા પંપાળી રહી છે.   જ્યારે પણ તક મળે છે તો તે ભાજપા વિરુદ્ધ ઉભી થઈ જાય છે.  અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો એકદમ જ લપકી લેવાની તેમની કોશિશ પણ આનુ જ પરિણામ છે.   જો કે રામ મંદિરને લઈને તેમના રવૈયાથી રામ મંદિર નિર્માણ પર કદાચ જ કોઈ અસર પડે પણ સરકારને વિચારવા મજબૂર જરૂર કર્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર