Lok Sabha Elections 2019 : હાર્દિક પટેલ થપ્પડકાંડની હકીકત, અહી જાણો કેમ પડ્યો થપ્પડ

શુક્રવાર, 19 એપ્રિલ 2019 (17:09 IST)
ગુજરાતના સુરેન્દ્રનગરની એક રેલીમાં કોંગ્રેસ નેતા અને પાટીદાર આંદોલનના પ્રમુખ હાર્દિક પટેલને જે વ્યક્તિએ થપ્પડ મારી તેને હાર્દિક પટેલના સમર્થકોએ એટલો માર્યો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ થપ્પડકાંડને લઈને હાર્દિક પટેલ ભલે જ ભાજપા પર ગંભીર આરોપ લગાવી રહ્યો હોય પણ આ સ્ટોરી બિલકુલ અલગ છે. 
 
ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના એસપી મહેન્દ્ર બાગડિયા મુજબ તરુણ ગુજ્જર નામનો આ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી. તે એક સામાન્ય વ્યક્તિ છે અને તેને કોઈ પાર્ટી કે વ્યક્તિના દબાણમાં આવીને હાર્દિક પટેલને માર્યો નથી. આ તેનો ખુદનો નિર્ણય હતો. પોલીસ તેના પર કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. 
 
એ વ્યક્તિએ કેમ મારી થપ્પડ ? થપ્પડ માર્યા પછી હાર્દિક પટેલના સમર્થકોએ તરુણ ગુજ્જર નામના આ વ્યક્તિને એટલો માર્યો કે તેને દવાખાને લઈ જવો પડ્યો. દવાખાનામાં પહોંચેલ યુવકે મીડિયાને જણાવ્યુકે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યુ હતુ એ સમયે મારી પત્ની ગર્ભવતી હતી. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. એ આંદોલનને કારણે  મને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.  એ સમયે મે નક્કી કરી લીધુ હતુ કે આ માણસને  મે કોઈપણ રીતે સબક શિખવાડીશ. 
 
ત્યારબાદ હાર્દિક પટેલે અમદાવાદમાં રેલી કરી. એ દરમિયાન જ્યારે હુ મારા બાળકની દવા લેવા જેમ તેમ કરીને મેડિકલ સ્ટોર પહોંચ્યો તો બધુ બંધ થઈ ગયુ હતુ. એ રસ્તાઓને બંધ કરી દે છે. એ જ્યારે પણ ઈચ્છે છે ત્યારે ગુજરાત બંધ કરી દે છે, એ શુ છે ? ગુજરાતનો હિટલર ? 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર