ચૂંટણી લડવા માટે શિક્ષિત હોવુ જરુરી નથી. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 10 ઉમેદવારો એવા છેકે, જેઓ 12 ધોરણ કરતાં ય ઓછુ ભણેલા છે. જયારે 25 ઉમેદવારોએ તો અંડરગ્રેજ્યુએટ છે. પાંચ ઉમેદવારો ડૉક્ટર, બે વકીલ ,ચાર એન્જિનિયર , બે બી.એડ,સાત કોમર્સ ગ્રેજ્યુએટ,એક ડિપ્લોમા એગ્રીકલ્ચર લોકસભાની ચૂંટણીમાં ભાજપના 14 ઉમેદવારો જયારે કોંગ્રેસના 11 ઉમેદવારોએ ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યુ નથી.માત્ર ત્રણ ઉમેદવારો એવા છે જેમની પાસે એમબીબીએસની ડીગ્રી ધરાવે છે જેમાં સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ડૉ. મહેન્દ્ર મુજપરા , બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરી ,અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર ડૉ.કિરિટ સોલંકીનો સમાવેશ થાય છે. ભારતીબેન શિયાળ પણ બીએમએમની ડીગ્રી ધરાવે છે. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી ક્વોલિફાઇડ એન્જિનિયર છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને પ્રભુ વસાવા પણ વ્યવસાયે ઇજનેર છે. પંચમહાલના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ અને દાહોદના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરે બી.એડ સુધી અભ્યાસ કર્યો છે. મંત્રી પરબત પટેલ અને પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ એલએલબી સુધી અભ્યાસ કર્યો છે. ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ ડિપ્લોમા એગ્રીકલ્ચરની ડીગ્રી ધરાવે છે. ભાજપના બે અને કોંગ્રેસના પાંચ ઉમેદવારો કોમર્સ ગ્રેજ્યુએટ થયેલાં છે. આમ,ભાજપ-કોંગ્રેસના અડધોઅડધ ઉમેદવારો અંડરગ્રેજ્યુએટ છે. નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટિલ 10મી ચોપડી પાસ છે જયારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા 8મુ પાસ છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં કોંગસના ઉમેદવાર પાંચમી ચોપડી પાસ છે. આ ત્રણેય ઉમેદવારો સાંસદ રહી ચૂક્યા છે. ટૂંકમાં ઓછુ ભણેલા દાવેદારો રાજકીય પક્ષોની પસંદ બન્યાં છે. ભાજપ-કોંગ્રેસે 10-12મી ચોપડી પાસને ટિકિટ આપીને સાંસદ બનાવવા ચૂંટણી મેદાને ઉતાર્યા છે.