લોકસભા ચૂંટણીઃ જાણો કઈ જગ્યાએ EVM ખોટકાતા મતદાતાઓને રાહ જોવી પડી

મંગળવાર, 23 એપ્રિલ 2019 (12:36 IST)
ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓએ ઈવીએમ અને વિવિપેટ શરૂ કરીને મોકપોલ યોજ્યુ હતુ. હિંમતનગરના તલોદ તાલુકાના સુલતાનપુરમાં ઇવીએમ ખોટકાયું હતુ. પ્રથમ‌ વોટ નાખતા જ ઇવીએમ ખોટકાતા તલોદના  નોડલ ઓફિસરને જાણ કરાઇ હતી. જોકે ઈવીએમ ખોટકાઈ જતા મતદારોએ મતદાન કરવા માટે રાહ જોવી પડી હતી. વેરાવળ તાલુકાના પાલડી ગામે ઈવીએમ મશીન શરૂ નથા મતદારોને 45 મિનિટ સુધી લાબી લાઈનમાં ઉભુ રહેવુ પડ્યુ.  જોકે બાદમાં ઈવીએમ મશીન શરૂ થતા મતદાન શરૂ કરવામાં આવ્યુ હતું. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે તલોદ તાલુકાના સુલતાનપુરા અને  વિજયનગરના ચિઠોડામાં પહેલો વોટ નાખતા જ ઈ.વી.એમ ખોટકાઈ ગયું હતું. જોકે તે અંગેની જાણ નોડલ ઓફિસરને  કરાતા ટેકનિકલ સ્ટાફની મદદથી ઈવીએમ રીપેર કરાયુ હતુ.જોકે આ દરમ્યાન 40 મીનિટ વોટિંગ મોડુ શરુ થયુ હતુ. છોટાઉદેપુરના લાયબ્રેરી રોડ પરના મતદાન મથકો પર ઈવીએમ ખોટકાયા છે..એક પછી એક એમ બે ઈવીએમ ખોટકાઈ પડતા ત્રીજુ મશીન લગાવવાની ફરજ પડી હતી…થોડી વાર માટે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો.
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર