Lok Sabha Election 2019: અમિત શાહનો દાવો, આ વખતે ભાજપાને મળી રહી છે આટલી સીટ

રવિવાર, 12 મે 2019 (13:42 IST)
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પુરા વિશ્વાસ સાથે કહ્યુ કે આ વખતે ભાજપાની 
2014ના લોકસભા ચૂંટણીથી વધુ સીટો આવશે. તેમણે કહ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર બળ આપનારા 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં અપીલ કરવાથી આ સીટો પહેલા કરતા 55 વધુ હશે. ભાજપાએ વર્ષ 2014માં પહેલીવાર સ્પષ્ટ બહુમત મેળવ્યુ હતુ. ત્યારે તેને લોકસભાની કુલ 543 સીટોમાંથી 282 સીટો મળી હતી. તેથી ભાજપા અધ્યક્ષ આ વખતે ઓછામાં ઓછી 337 સીટો મળવાની આશા કરી રહ્યુ છે. 
 
દેશના તટીય પૂર્વી રાજ્યોમાં પાર્ટીની સ્થિતિ ખૂબ મજબૂત 
 
અમિત શાહે શુક્રવારે સ્પષ્ટ રૂપે કહ્યુ કે ભાજપા પોતાના દમ પર જ  સ્પષ્ટ બહુમત લાવી શકશે. તેમણે કહ્યુ કે 
પરંપરાગત રૂપે પાર્ટીના કમજોર રાજ્ય મનાતા દેશભરના તટીય રાજ્યો અને પૂર્વી રાજ્યોમાં પાર્ટીએ પોતાની 
સ્થિતિ મજબૂત કરી લીધી છે. ભાજપાએ આ રાજ્યોમાં પોતાનો આધાર વધારી લીધો છે. 
 
પશ્ચિમ બંગાળમાં 23થી વધુ સીટો જીતશે ભાજપા 
 
શાહે દાવો કર્યો કે તેમની પાર્ટી પશ્ચિમ બંગાળમા 23થી વધુ સીટો જીતશે. આ રીતે ઓડિશામાં પણ 13-15 
સીટો મળશે.  આ પહેલા ભાજપાને આ બંને રાજ્યોમાં ક્રમશ બે અને એક જ સીટ મળી  હતી. તેમણે કહ્યુ કે 
પાર્ટીને દેશભરમાં ફેલાયેલ આવી 120 સીટોની ઓળખ કરી છે જે જીતવાના યોગ્ય છે અને જેમણે પાર્ટી 
અગાઉની લોકસભામાં હાર મળી હતી. ભાજપા આવા 55થી વધુ સંસદીય ક્ષેત્રોમાં જીત નોંધાવશે. આ પૂછવા પર કે શુ 2014ની જેમ જ ભાજપા ઉત્તર અને પશ્ચિમી ભારતમાં વધુ સીટો મેળવશે. શાહે કહ્યુ કે 
કેટલીક સીટો આમતેમ હોઈ શકે છે. પણ તેમની પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવી નક્કી છે. 
 
રાહુલ પ્રિયંકા પર સાધ્યુ નિશાન, બોલ્યા તે પોતાના અતીતથી નથી ભાગી શકતા 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાના દિવંગત 
પિતા રાજીવ ગાંધી પર પ્રહાર કરતા કોંગ્રેસ નેતાઓના ક્રોધિત થતા અમિત શાહે કહ્યુ કે તેઓ કેટલો પણ 
પ્રયત્ન કરે તે પોતાના અતીતથી નથી ભાગી શકતા.  તેમણે કહ્યુ કે શુ તેમની કે જવાહર લાલ નેહરૂની 
આલોચના નથી થઈ શકતી ? ફક્ત એ માટે કે તેઓ ગાંધી પરિવારના છે. 
 
ભાજપા અધ્યક્ષે રાહુલ ગાંધીના દાવાની ઉડાવી મજાક 
શાહે હુમલાવર અંદાજમાં કહ્યુ કે શુ બોફોર્સ કૌભાંડ તેમના (રાજીવના) ના શાસનકાલમાં ન થયુ. શુ ભોપાલ ગેસ ત્રાસદીના આરોપિતને ચોરી છિપે તેમના શાસનકાળમં જ વિદેશ નહી મોકલવામાં આવે ? આ મુદ્દા પર ચર્ચા કેમ નથી થઈ શકતી ? ભાજપા અધ્યક્ષે રાહુલ ગાંધીના એ દાવાનો મજાક ઉડાવ્યો જેમા તેમણે કહ્યુ કે મોદી 23 મે પછી પોતાનુ બોરિયા બિસ્તર બાંધી લેશે. શાહે કહ્યુ કે 23 મે આવવા દો જોઈશુ કે કોણ પોતાના બોરિયા બિસ્તર બાંધી દેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર