મહેસાણા લોકસભા ચૂંટણી 2019 - Mahesana Lok Sabha Election 2019

ગુરુવાર, 2 મે 2019 (18:37 IST)
મુખ્ય પ્રતિદ્વંદી -  શારદાબહેન પટેલ (ભાજપ)    એ. જે. પટેલ  (કોંગ્રેસ) 
 
દૂધસાગર ડેરીનો મહેસાણાના લાખો પશુપાલકો ઉપર પ્રભાવ.  ભાજપે મહેસાણા (નંબર 4) પર શારદાબહેન પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમના પતિ અનિલ પટેલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. ગત વર્ષે તેમનું નિધન થયું હતું.
 
કૉંગ્રેસે એ. જે. પટેલને ઉમેદવાર બનાવ્યા છે. મહેસાણાનું વીસનગર પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર મનાતું. 1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી. દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
 
ઊંઝાની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય આશાબહેન પટેલ આ વખતે પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઊતર્યાં છે.
 
ઊંઝા, વીસનગર, બેચરાજી, કડી (SC), મહેસાણા, વીજાપુર અને માણસા વિધાનસભા બેઠકો આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે.
 
ઊંઝાની બેઠક ઉપર 113995 પુરુષ, 105578 મહિલા તથા અન્ય ત્રણ સહિત કુલ 219576 મતદાતા છે.
853200 પુરુષ, 794234 મહિલા, 36 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1647470 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર