વડાપ્રધાન મોદી ફરીવાર પધારશે ગુજરાતમાં, જાણો શું છે આખો કાર્યક્રમ

શનિવાર, 13 એપ્રિલ 2019 (14:18 IST)
વડાપ્રધાન મોદી 17 એપ્રિલે પાટણમાં અને 20 એપ્રિલે હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. આગામી બુધવારે તેઓ મધ્ય ગુજરાતમાં આણંદ અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં પણ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે ચૂંટણી પ્રચાર કરશે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા લોકસભા સહિત ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ પાટણમાં ચૂંટણી સભા યોજશે. 20 એપ્રિલે હિંમતનગરમાં બનાસકાંઠા લોકસભા માટે સભા ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ સભાનું આયોજન થઈ રહ્યુ હોવાનું ભાજપમાંથી જાણવા મળ્યુ છે.

મોદી 17મી એપ્રિલ આણંદ અને સુરેન્દ્રનગર તથા 20મીએ ઉત્તર ગુજરાતમાં જાહેર સભાઓ ગજવે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 14મીએ ગાંધીનગરથી કલોલનો રોડ શો યોજશે. તે ઉપરાંત તેઓ સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતમાં આવતા જતા રહેશે, એ સાથે ભાજપના અન્ય રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકોનો રાજ્યમાં આવવાનો કાર્યક્રમ જાહેર થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર