જીતુ વાઘાણી મુદ્દે કોંગ્રેસ કોર્ટમાં, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ વાળાને હરામખોર કહ્યાં

શુક્રવાર, 12 એપ્રિલ 2019 (12:10 IST)
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ માટે હરામજાદાઓ શબ્દ વાપરતા શરૂ થયેલો વિવાદ થંભે એ પહેલાં જ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ ભાજપના લોકોને હરામખોર નાગા કહેતા વિવાદને હવા મળી ગઈ છે. બાબુ રાયકાએ કહ્યું હતું કે, હરામખોર ભાજપવાળાઓ આપણને મારવા લે તો આપણે ગાંધી ચીંધ્યા માર્ગે વાત કરીશું. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ભાજપની ધમકીથી ડરવાનું નથી. ભાજપ વાળા જરા પણ સુરતવાસીઓને ડરાવવા ધમકાવવાની વાત કરશે તો એ જરાં પણ ચલાવી લેવામાં આવશે નહીં. ભલે હાઇકમાન્ડ ના કહે પણ હું તો ભાજપવાળાઓને હરામખોર કહીશ જ. આપણે એમની સામે રડવાનું નથી લડવાનું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા કોંગ્રેસ પક્ષ માટે વાપરવામાં આવેલા શબ્દો અને ધમકીને લઇ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી સુરત કોર્ટમાં બુધવારે ખાનગી ફોજદારી ફરિયાદ દાખલ કરાયાનું શહેર કોંગ્રેસે જણાવ્યું છે.જેના અનુસંધાનમાં કોર્ટે સલાબતપુરા પોલીસને વધુ તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.આ ફરિયાદમાં ફરિયાદીના વકીલ તરીકે કિરણ રાયકા, સાહિલ પટેલ અને મોહસીન પઠાણ હાજર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર