કુંભમેળામાં મુસાફરોની મદદ માટે પર્યટન વિભાગ તરફથી ગાઈડની સુવિદ્યા

P.R
કુંભમેળામાં દેશના ખૂણા ખૂણાથી આવેલ મુસાફરોને સ્ટેશનથી પવિત્રધામ સુધી પહોંચાડવા તીર્થ સ્થળોના દર્શન અને સંગમ સ્થાનમાં કોઈપણ પ્રકારની અસુવિદ્યા ન થાય તેને ધ્યાનમાં રાખતા પર્યટન વિભાગ દ્વારા ભારત સરકારની કૈપેસિટી બિલ્ડિંગ ફોર સર્વિસ પ્રોવાઈડર યોજના ગાઈડોને ટ્રેનિંગ આપવામાં આવી છે.

કાશીરામ પર્યટન અને પ્રબંધ સંસ્થાનના નિર્દેશક પ્રો. મનોજ દીક્ષિતે જણાવ્યુ કે કુંભ યાત્રાળુને યાત્રા સુવિદ્યાઓને સગવડભરી બનાવવાના ઉદ્દેશ્યથી અલ્હાબાદના પર્યટક રહેઠાણ ગૃહમાં 20થી 40 વર્ષના 270 યુવાનને સ્થાનીય ટુરિસ્ટ ગાઈડની ટ્રેનિંગ આપવામાં આવી છે. આ પ્રશિક્ષણ હેઠળ આ ગાઈડોને સામાન્ય વાતચીત પર્યટકો સાથે વાતચીત વ્યવ્હાર પર્યટન સ્થળોની માહિતી આકસ્મિક સ્થિતિમાં પ્રાથમિક ઉપચાર વગેરે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. કુંભ મુસાફરોના વારાણસી જવાની શક્યતાને જોતા આ રીતે 270 યુવા ગાઈડ અરબન હાટ, ચૌકાઘાટ વારાણસીમાંથી પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે.

આ ગાઈડોને પર્યટન વિભાગ દ્વારા પરિચય પત્ર, જેકેટ અને કેપ આપવામાં આવી છે. જેથી તેઓ પ્રયાગમાં કુંભમેળા વિસ્તારમાં મુસાફરોને સુવિદ્યાઓ ઉપલબ્ધ કરવા પ્રાપ્ત માહિતી મુજબ આ પ્રશિક્ષિત ગાઈડ પોતાના યુનિફોર્મ લીલા રંગના જેકેટ પર ઈન્કેડેશન ઈંડિયા અને કૈપ જેના પર અતિથિ દેવો ભવ લખેલુ છે. મેળા વિસ્તારમાં પોતાની જવાબદારીઓ તેઓ બરાબર નિભાવી રહ્યા છે.

મેળામાં આવનારા મુસાફરો સ્થાનીક ગાઈડથી સમ્પર્ક સ્થાપિત કરવા માટે માહિતી ક્ષેત્રીય પર્યટન કાર્યાલય, 35 મહાત્મા ગાંધી માર્ગ સિવિલ લાઈન અલાહાબાદ અથવા કુંભ મેળામાં પર્યટન વિભાગના કૈમ્પથી પ્રાપ્ત કરી શકે છે.

પર્યટન કાર્યાલય અલાહાબાદના ફોન નં 0532-2408873 પર સંપર્ક કરીને પણ લોકોલ ગાઈડ વિશે માહિતી મેળવીને ભારત સરકાર દ્વારા નિર્ધારિત દર પર પૈસાની ચુકવણીના આધાર પર યાત્રાળુઓ તેમની સેવાઓ મેળવી શકે છે.

વેબદુનિયા પર વાંચો