મહાવીર સ્વામીનો જીવન પરિચય

W.D

જૈન ધર્મના 24માં તીર્થકર મહાવીર સ્વામી અહિંસાના મૂર્તિમાન પ્રતિક હતાં. તેમનું જીવન ત્યાગ અને તપસ્યાથી ઓતપ્રોત હતું. એક લંગોટીનો પણ પરિચય તેમને ન હતો. હિંસા, પશુબલિ, નાત-જાતના ભેદભાવ જે યુગમાં વધી ગયાં હતાં તે યુગની અંદર જન્મેલા મહાવીર અને બુદ્ધ બંનેએ આ વસ્તુઓની વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો. બંનેએ અહિંસાનો ભરપુર વિકાસ કર્યો.

લગભગ અઢી હજાર વર્ષ જુની વાત છે. ઈ.સ. 599 વર્ષ પહેલાં વૈશાલી ગણતંત્રના ક્ષત્રિય કુળ્ડલપુરમમાં પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના ત્યાં ત્રીજા સંતાનના રૂપમાં ચૈત્ર શુક્લની તેરસે વર્દ્ધમાનનો જન્મ થયો હતો. આ જ વર્દ્ધમાન ત્યાર બાદ મહાવીર સ્વામી બન્યાં. મહાવીરને વીર, અતિવીર તેમજ સન્મતિ પણ કહેવાય છે. બિહારના મુજફ્ફરપુર જીલ્લામાં આજનું જે બસાઢ ગામ છે તે જ તે સમયનું વૈશાલી હતું.

વર્દ્ધમાનને લોકો સજ્જંસ (શ્રેયાંસ) પણ કહેતાં હતાં અને જસસ(યશસ્વી) પણ. તેઓ જ્ઞાતૃ વંશના હતાં. તેમનો ગોત્ર કશ્યપ હતો. વર્દ્ધમાનનું બાળપણ રાજમહેલાં જ પસાર થયું હતું. તેઓ ખુબ જ નિર્ભય હતાં. જ્યારે તેઓ આઠ વર્ષના થયાં ત્યારે તેમને વાંચવા, લખવા, ધનુષ્ય વિદ્યા શિખવા માટે શિલ્પ શાલામાં મોકલવામાં આવ્યાં.

શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા છે કે વર્દ્ધમાનનાં યશોદા સાથે વિવાહ થયાં હતાં. તેમની પુત્રીનું નામ હતું અયોજ્જા જ્યારે કે દિગંમ્બર સંપ્રદાયની માન્યતા છે કે તેમના વિવાહ થયાં જ નહોતાં તેઓ બાળ બ્રહ્મચારી હતાં.

રાજકુમાર વર્દ્ધમાનનાં માતા-પિતા જૈન ધર્મના 23માં તીર્થકર પાર્શ્વનાથ જે મહાવીરથી 250 વર્ષ પહેલાં થયાં હતાં તેમના અનુયાયી હતાં. વર્દ્ધમાને મહાવીરનાં ચાતુર્યામ ધર્મમાં બ્રહ્મચર્યને જોડીને પંચ મહાવ્રત રૂપી ધર્મ ચલાવ્યો. વર્દ્ધમાન બધાની સાથે પ્રેમનો વ્યવહાર રાખતાં હતાં. તેમને તે વાતનું જ્ઞાત થઈ ગયું હતું કે ઈન્દ્રીયોનું સુખ, વિષય-વાસનાઓનું સુખ બીજાઓને દુ:ખ પહોચાડીને જ મેળવી શકાય છે.

મહાવીરજીની 28 વર્ષની ઉંમરમાં તેમનાં માતા-પિતાનું દેહાંત થઈ ગયું હતું. મોટા ભાઈ નંદિવર્ધનના વિરોધ છતાં પણ તે બે વર્ષ સુધી ઘરે જ રહ્યાં અને ત્યાર બાદ ત્રીસ વર્ષની ઉંમરમાં વર્દ્ધમાને શ્રામળી દિક્ષા લઈ લીધી. તેઓ સમણ બની ગયાં. તેમના શરીર પર પરિગ્રહના નામે લંગોટી પણ નહોતી રહી. વધારે સમય તો તેઓ ધ્યાનમાં જ રહેતાં હતાં. હાથમાં જ ભોજન કરી લેતાં હતાં. ગૃહસ્થો પાસેથી કોઈ જ વસ્તુ નહોતા માંગતાં. ધીમે-ધીમે તેમણે પૂર્ણ આત્મસાધના પ્રાપ્ત કરી લીધી. વર્દ્ધમાન મહાવીરે 12 વર્ષ સુધી મૌન તપસ્યા કરી અને ખુબ જ કષ્ટનો સામનો કર્યો. અંતે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેમણે જનકલ્યાણ માટે ઉપદેશ આપવાનું શરૂ કર્યું.

ભગવાન મહાવીરે પોતાના પ્રવચનોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પર સૌથી વધારે જોર આપ્યું. ત્યાગ અને સંયમ, પ્રેમ અને કરૂણા, શીલ અને સદાચાર જ તેમના પ્રવચનોનો સાર હતો. દેશની અંદર જુદા જુદા સ્થળોએ પરિભ્રમણ કરીને તેમને પોતાનો પવિત્ર સંદેશ ફેલાવ્યો.

ભગવાન મહાવીરે 72 વર્ષની ઉંમરમાં ઈ.સ. પૂર્વે 527માં પાવાપુરી(બિહાર)માં કાર્તિક (અશ્વિન) કૃષ્ણ અમાવસ્યાએ નિર્વાણ પ્રાપ્ત કર્યું. તેમના નિર્વાણ દિવસે લોકોએ ઘરે-ઘરે દિવા સળગાવીને દિવાળી ઉજવી હતી.

વેબદુનિયા પર વાંચો