નવરાત્રી વ્રતની થાળી - ફરાળી પરાઠા

શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2025 (12:09 IST)
farali paratha

નવરાત્રીમાં અનેક લોકો માતાની ઉપાસના કરે છે અને સાથે જ વ્રત ઉપવાસ કરે છે. ઉપવાસ દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને કરે છે તો કોઈ નવ દિવસ ફક્ત ફરિયાળી વસ્તુઓ ખાઈને કરે છે તો કોઈ મીઠા વગરની વસ્તુ ખાઈને ઉપવાસ કરે છે. ફરિયાળી વસ્તુમાં લોકો મોટેભાગે સાબુદાણાની ખીચડી કે મોરિયો ખાય છે. આજે અમે આપને બતાવી રહ્યા છે બંને વસ્તુઓને મિક્સ કરીને બનતી એક નવી રેસીપી.. ફરાળી પરાઠા વિશે..  
 
સામગ્રી
2 લોકો માટે 
1 વાટકી સાબુદાણાનો લોટ (સાબુદાણા મિક્સરમાં વાટી લો) 
1/2 વાટકી મોરૈયાનો લોટ ( મોરૈયા ને મિક્સરમાં વાટી લો ) 
2 બારીક સમારેલા લીલા મરચાં
1 ચમચી ચિલી ફ્લેક્સ 
1 ચમચી શેકેલા જીરાનો પાવડર
2-3 ચમચી બારીક સમારેલા ધાણા
સ્વાદ મુજબ સેઘાલુણ 
જરૂર મુજબ તેલ
સ્વાદ મુજબ મીઠું
જરૂર મુજબ પાણી
 
બધી સામગ્રી ભેગી કરી લો. એક કથરોટમાં બધી સામગ્રીને સારી રીતે ભેળવી લો અને પાણી નાખીને પરાઠાનો લોટ બાંધી લો. તેલનો હાથ લગાવીને લોટને ચિકણો કરી લો. હવે આ લોટને 15 મિનિટ માટે ઢાંકી દો. 
 
હવે, આ લોટમાંથી નાના ગોળા બનાવો અને તેના પરોઠા બનાવો.
 
તેમને ગરમ તવા પર મૂકો અને પરોઠા પર ઘી અથવા તેલ લગાવો, પછી તેને બંને બાજુથી શેકી લો. 
 
ઉપવાસના પરાઠા તૈયાર છે. આ ખૂબ જ નરમ રહે છે. તેને બટાકાનુ ફરિયાળી શાક અને દહીં સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર