નવરાત્રિ વ્રતમાં લોકો મોટેભાગે ફળાહાર ખાય છે. જો તમે પણ વ્રતમાં ગળ્યુ ખાવાનુ પસંદ કરો છો તો તમે આ વખતે શિંગોડાના લોટની બરફીની આ રેસીપી બનાવીને જોઈ શકો છો. સિંગોડાની બરફી બનાવવા માટે તમારે ન તો વધુ ફેંસી સામાનની જરૂર પડશે કે ન તો તમને વધુ સમય લાગશે. આ બરફીને ખાધા પછી વ્રત દરમિયાન અનુભવાતી કમજોરી અને થાકને પણ ગાયબ થઈ જશે. આવો જાણીએ આ બરફી બનાવવાની સહેલી રીત.