કમાવો રોજ 25 હજાર, આ છે કપિલ દેવની સોશિયલ ગેમિંગ સાઈટ

શનિવાર, 15 નવેમ્બર 2014 (12:34 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ નવા બિઝનેસ તરફ ડગ માંડ્યા છે. કપિલ દેવે 'સ્લોફો' (સ્લોગન અને ફોટોગ્રાફી)નામથી એક સોશિયલ ગેમિંગ પોર્ટલની શરૂઆત કરી છે. 
 
આ એક એવુ પોર્ટલ છે જ્યા પ્રતિયોગી રમત-રમતમાં શાનદાર ભેટ પણ જીતી શકે છે. કોઈ એક ગેમ કે હરિફાઈમાં ભાગ લઈને રમનારા રોજ સરેરાશ 25 હજાર રૂપિયા સુધી જીતી શકે છે. 
કપિલનો દાવો છે કે આ દેશનુ પ્રથમ એવુ સોશિયલ પ્લેટફોર્મ છે જ્યા રોજ રોમાંચક ગેમ્સ, કોન્ટેસ્ટ્સ, પોલ્સ અને ક્વિઝમાં ભાગ લઈને યુઝર્સને પુરસ્કાર જીતવાની તક મળશે. રમતમાં ભાગ લેનારાઓ પ્રતિભાગી પોઈંટ્સ કમાવી શકે છે. આ પોઈંટ્સ એક લીડરબોર્ડ પર એકત્ર થતા રહે છે. આ પોઈંટ્સને પછી વાપરી શકાય છે. 
 
www.slopho.com પર આવીને તમે ફેસબુક ટ્વિટર અને ઈમેલ આઈડી દ્વારા આ રમતમાં જોડાય શકો છો. હાલ ડેસ્કટોપ પર વેબસાઈટ coming soon મેસેજ બતાવી રહી છે. 
 
હરીફાઈઓ અને ગેમ્સ, કોયડામાં ભાગ લઈને જીતનારા એક દિવસમા 25 હજાર રૂપિયાથી વધુની રકમ જીતી શકે છે. આ પોઈંટ્સને તમે તમારા મિત્રો કે સંબંધીઓને ટ્રાંસફર પણ કરી શકો છો. 
 
વ્યવસ્તાય ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્લોફો પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારા પેઝ પર જાહેરાતની અનુમતિ આપીને તેના દ્વારા પણ પૈસા કમાવી શકો છો. 
 
હાલ આ અંગ્રેજી ભાષામાં છે. પણ ટૂંક સમયમાં જ તેને હિન્દી, ગુજરાતી અને તમિલ ભાષામાં પણ શરૂ કરવામાં આવશે.  આ એપ એંડ્રોયડ યુઝર્સ માટે ફ્રી મળી રહેશે.  
 

વેબદુનિયા પર વાંચો