જો રાત્રે સ્માર્ટફોન પાસે મુકીને સૂઈ જાવ તો જરૂર વાંચો.. તમને શુ-શુ થઈ રહ્યુ છે નુકશાન

સોમવાર, 19 જુલાઈ 2021 (21:42 IST)
સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાથી મનની સ્થિતિ પ્રભાવિત થઈ રહી છે. હવે તેની અસર લોકોના યૌન જીવન પર પડવાની વાત સામે આવી છે.  એક નવા અભ્યાસની રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. મોરક્કોના કાસાબ્લાંકામાં શેખ ખલીફા બેન જાયદ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલય હોસ્પિટલના યૌન સ્વાસ્થ્ય વિભાગે ખુલાસો કર્યો છે કે અભ્યાસમાં સામેલ કરવામાં આવેલા લગભગ 60 ટકા લોકોએ સ્માર્ટફોનને કારણે પોતાના યૌન જીવનમાં આવેલ સમસ્યાઓ સ્વીકારી છે.  
 
મોરક્કો વર્લ્ડ ન્યુઝની ગુરૂવારે રજુ એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિક અભ્યાસના હવાલો આપતા કહેવામાં આવ્યુ છે કે બધા 600 ટકા લોકો પાસે સ્માર્ટફોન હતા અને તેમાથી 92 ટકા લોકોએ તેને રાત્રે ઉપયોગ કરવાની વાત સ્વીકારી. 
 
તેમાથી ફક્ત 18 ટકા લોકોએ પોતાના ફોનને બેડરૂમમાં ફ્લાઈટ મોડમાં મુકવાની વાત કરી.  અભ્યાસમાં જોવા મળ્યુ છે કે સ્માર્ટફોને 20થી 45 વર્ષની આયુના વયસ્કોને નકારાત્મક રૂપથી પ્રભાવિત કર્યા.  જેમા 60 ટકાએ કહ્યુ કે ફોને તેમની યૌન ક્ષમતાને પ્રભાવિત કરી છે. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લગભગ 50 ટકા લોકોએ યૌન જીવન સારુ ન હોવાની વાત કરી. કારણ કે તેમને લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો. 
 
અમેરિકાની એક કંપની શ્યોરકૉલના એક સર્વેક્ષણમાં બતાવ્યુ છે કે લગભગ ત્રણ ચોથાઈ લોકોએ માન્યુ કે તે રાત્રે પોતાના બેડ પર કે પછી પોતાની પાસે પોતાનો સ્માર્ટફોન મુકીને સૂવે છે.  જે લોકો પોતાની પાસે ફોન મુકીને સૂવે છે તેમણે ડિવાઈસ દૂર થતા ડર કે ચિંતા અનુભવવાની વાત કરી.  અભ્યાસમાં સામેલ પ્રતિભાગીઓમાંથી એક તૃતીયાંશ લોકોએ માન્યુ કે ઈનકમિંગ કૉલનો જવાબ આપવાની મજબૂરીથી પણ સેક્સમાં અવરોધ આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર